GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp

વોટ્સએપ પોતાના ફીચરના પોર્ટફોલિયોનો સતત વિસ્તાર કરી રહ્યો છે, જેથી યુઝર્સ અલગ-અલગ ક્રિએટિવ રીતે એકબીજા સાથે વાત કરવાની રીત પ્રદાન કરી શકે. આ સિવાય કંપની યુઝર્સ માટે પોતાના પ્લેટફોર્મ પપર શોપિંગ કરવાનું પણ સરળ કરી રહ્યુ છે. આ ક્રમમાં એપ વોટ્સએપ બિઝનેસમાં એક નવું ફીચર લઈને આવી રહી છે, જેનાથી નાના અને મધ્યમ વ્યવસાયોને પ્લેટફોર્મ પર પોતાની પહોંચ વધારવામાં મદદ કરશે.

મેટા-માલિકીની મેસેજિંગ સેવાએ એપને નાના અને મધ્યમ વ્યવસાયો માટે તેમની પહોંચ વધારવા અને ગ્રાહકો સાથે વાર્તાલાપ કરવા માટે આદર્શ પ્લેટફોર્મ બનાવ્યું છે. કંપનીએ યુઝર્સ માટે ઓનલાઈન ખરીદી કરવાનું સરળ બનાવ્યું છે. મેસેજિંગ એપ ક્રિએટ ઓર્ડર નામના નવા ફીચર પર કામ કરી રહી છે, જે WhatsApp પર શોપિંગ અનુભવને વધુ સરળ અને બહેતર બનાવશે.

વોટ્સએપ

એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ WhatsApp ચેટમાં ‘Create Order’ નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે વેપારીઓને તેમના ગ્રાહકો માટે ઝડપથી ઓર્ડર આપવામાં મદદ કરશે. બ્લૉગ દ્વારા શેર કરવામાં આવેલા ફીચરને એક સ્ક્રીનશોટ પર ઓર્ડર શોર્ટકટને ટેપ કરીને બતાવવામાં આવ્યુ છે.

ક્રિએટ ઓર્ડર નામનું નવું સેક્શન

આ સ્ક્રીનશૉટમાં ક્રિએટ ઑર્ડર નામનો નવો વિભાગ દેખાય છે, જે યુઝર્સને ઑર્ડરમાં અમુક વસ્તુઓ ઉમેરવાની મંજૂરી આપે છે. આ સિવાય યુઝર્સ તેમાં ક્વોન્ટિટી પણ એડ કરી શકે છે. એકવાર યુઝર્સે બધી વસ્તુઓ અને તેમની માત્રા ઉમેર્યા પછી, આ ઑટોમેટિક ઓર્ડરની રકમ કેલક્યુલેટ કરી દેશે. જેના પછી ઓર્ડર તૈયાર થઈ જશે, તો આ ઑટોમેટિક તે ચેટ પર શેર થઈ જશે, જ્યાં ઓર્ડર ક્રેએટ કરવામાં આવ્યો છે.

નાના વેપારીઓને મળશે મદદ

આ ફીચર નાના વ્યવસાય જેવા કે સ્થાનિક કરિયાણા સ્ટોર વગેરેને મદદરૂપ થશે. આ તે વ્યવસાયો માટે પણ ફાયદાકારક છએ. જે ઓનલાઈન સંચાલિત થાય છે. જણાવી દઈએ કે, આ પ્રકારના ફીચર વોટ્સએપને શોપિંગ ડેસ્ટિનેશનમાં બદલશે. જેનો વિશેષરૂપે કરિયાણાનો સામાન અને અન્ય ઘરેલુ સામાન વેચવાવાળા દુકાનદારોને જોડવામાં મદદ મળશે, કંપની આ ઉદ્દેશ્ય માટે એક સરળ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવાનું ઈચ્છે છે.

વોટ્સએપ

બધા માટે ઉપલબ્ધ નથી આ સુવિધા

નોંધનીય છે કે હાલમાં આ ફીચર વોટ્સએપ બિઝનેસની ડેસ્કટોપ એપના બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો કે, કંપની આ સુવિધાને એન્ડ્રોઇડ અને iOS માટે WhatsApp બીટા પર ઉપલબ્ધ કરાવવાની પણ યોજના બનાવી રહી છે.

એક અન્ય ફીચર પર પણ ચાલી રહ્યુ છે કામ

વધુમાં, WhatsApp ‘Ads on Facebook’ વિભાગમાં એક નવું ટેબ રજૂ કરવા પર પણ કામ કરી રહ્યું છે જે WhatsApp Business એપ્લિકેશનના વપરાશકર્તાઓને Facebook પર તેમની જાહેરાતોને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે. જો કે, આ સુવિધાનું ભાવિ સંસ્કરણ વ્યવસાયોને Facebook ખોલ્યા વિના આ વિભાગમાં માહિતીને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. આ ફીચર પર કામ ચાલી રહ્યું છે અને તે ક્યારે રિલીઝ થશે તે અંગે હાલ કોઈ સચોટ માહિતી મળી નથી.

READ ALSO:

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV