GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

WhatsApp Banking: દેશની આ ટોપની 3 બેન્કો ઘરબેઠા આપી રહી છે આ સુવિધા

કોરોના વાયરસના કારણે દેશમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યું રહ્યું છે. એવામાં ઘણી બેંકો ગ્રાહકોને ઘરે બેઠા જ બેન્કિંગ સુવિધા પુરી પાડી રહી છે. તો હવે દેશની ત્રણ બેંકો ગ્રાહકો માટે વધુ એક સુવિધા લઈને આવી છે. કેટલીક ખાનગી બેંકોએ તેમના ગ્રાહકો માટે WhatsApp Bankingની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા HDFC Bank, ICIC Bank અને Kotak Mahindra Bank દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ બેંકો એકાઉન્ટથી જોડાયેલી ઘણી સેવાઓ તમને WhatsApp દ્વારા ઉપલબ્ધ કરાવી રહી છે. આ નવી સુવિધા માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ પણ લેવાતો નથી. જોકે આ સેવાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર હોવો જરૂરી છે. જો તમારે મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર નથી તો તમે આ સુવિધાઓ લાભ નહીં લઈ શકો. WhatsApp banking દ્વારા થતાં કામો એકાઉન્ટ બેલન્ચ ચેક કરી શકો છો છેલ્લા ત્રણ ટ્રાન્ઝેક્શન મેળવી શકો છો. ક્રેડિટ કાર્ડ બેલેન્સ ચેક કરી શકાય છે.

ક્રેડિટ કાર્ડની લિમિટ ચેક કરી શકાય છે. કટોકટી સમયે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સ બ્લોક અથવા અનબ્લોક કરી શકાય છે. ઓનલાઈન બચત ખાતું ખોલાવી શકાય છે. WhatsApp bankingનો આવી રીતો ઉપયોગ કરો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી બેંક દ્વારા ઉપલબ્ધ કરાવેલા ખાસ નંબર પર મિસ્ડ કોલ કરતાં તમને WhatsApp Bankingની સેવાઓ મળી જશે.

સૌપ્રથમ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા વોટ્સએપ નંબરને તમરે તમારા ફોનમાં સેવ કરવો જરૂરી છે. મિસ્ડ કોલ બાદ તમારા બેંકના વોટ્સએપ નંબર પર એક વેલકમ મેસેજ આવશે. ત્યારબાદ તમે WhatsApp Bankingનો ઉપયોગ શરૂ કરી શકો છો. આ નંબર પર કોઈપણ સેવાનો લાભ લાત પહેલા Hi મેસેજ જરૂરથી લખો. WhatsApp Bankingની સુવિધાઓ માટે HDFC Bank, ICIC Bank અને Kotak Mahindra Bank દ્વારા નીચે મુજબનાં નંબરો જારી કરવામાં આવ્યા છે. HDFC, ICIC, Kotak Mahindra Bankના WhatsApp નંબર ICIC Bank- 8640086400 HDFC Bank- 7065970659 Kotak Mahindra Bank-9718566655

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!