GSTV
Gujarat Government Advertisement

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Last Updated on September 19, 2020 by

WhatsApp ના એક નવા ફીચર બાયોમેટ્રિક સ્કેનિંગ સપોર્ટ પર કામ કરવાની વાત સામે આવી રહી છે. જેથી વેબ પર તેનો ઉપયોગ વધુ સારી સુરક્ષાની સાથે કરી શકાય છે. વેબસાઈટ WhatsApp બીટાઈંફોના મત પ્રમાણે કંપનીએ અલગથી એક ટીમ બનાવી રાખી છે જે તેને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરે છે.

સ્કેન કરવાની પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે

આ રીપોર્ટમાં ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે,તેના માટે યૂઝરને સૌ પ્રથમ પોતાના સ્માર્ટફોન પર WhatsAppને ઓપન કરવાનું રહેશે અને પોતાના કોમ્પ્યૂટર પર તેને ખોલવા માટે ફિંગરપ્રિંટને સ્કેન કરવાની પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. WhatsApp વેબ પર લોગિન કરવાની આ પ્રક્રિય પહેલાથી ઘણી વધુ સુરક્ષિત હોવાની સાથે તેજ પણ હશે. એ પણ હજુ સ્પષ્ટ નથી કે, આ ફીચરમાં ફેસ અનલોક સપોર્ટને પણ સામેલ કરવામાં આવશે કે નહી. જે 3D ફેસ અનલોક દ્વારા સમર્થિત હશે.

આ રીતે કરો WhatsApp નો સુરક્ષિત વપરાશ

WhatsApp પ્રોફાઈલ પર કરો પ્રાઈવેસી સેટિંગ

તમે એકથી વધુ શાનદાર પિક્ચર્સ પોતાના વોટ્સએપ પર લગાવતા હશે. એવામાં તમને પોતાની ફોટોની સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવાનું હશે. વોટ્સએપ પર એવી સેટિંગ્સ છે જેનાથી તમારી પ્રોફાઈલ પિક્ચરને માત્ર તમારા કોન્ટેક્ટ્સ જ જોઈ શકશે. તે માટે તમે સેટિંગ્સમાં જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ પ્રાઈવેસીમાં જાઓ અહીંયા તમને પ્રોફાઈલ ફોટોને લઈને ઘણા ઓપ્શન્સ નજર આવશે. હવે તમને માય કોન્ટેક્ટલેસ સિલેક્ટવાળુ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.

અનિચ્છનીય સંપર્કોને અવરોધિત કરો

ઘણી વખત એવુ થાય છે કે, આપણા ફોનમાં ઘણા બધા એવા લોકોના ફોન નંબર સેવ હોય છે જેમા આપણે ચેટ કરવા માગતા નથી. આવા લોકોના ફોન નંબર આપણે માત્ર કામ કરવા માટે જ રાખીએ છીએ. તમે ઈચ્છો તો એવા લોકોને વોટ્સએપ પર બ્લોક કરી દે છે. તેનાથી તમારા સ્ટેટસ અને પ્રોફાઈલ પિક્ચર અથવા લોકો જોઈ શકાશે નહી.

ટૂ-ફેક્ટર ઓથેંટિકેશન એક્ટિવેટ કરો

આ ફીચરથી તમારા એકાઉન્ટમાં ડબલ લોક સેટ થઈ જાય છે. પહેલા લોકમાં તમે તમારા એકાઉન્ટને ફેસ-લોક, ફિંગરપ્રિંટ લોક અથવા કોડ લોકથી સિક્યોર કરે છે. બીજા લેવલમાં રજિસ્ટર્ડ નંબરને એડ કરવાનું રહેશે. એવામાં જ્યારે પણ તમે કોઈ નવી ડિવાઈસમાં પોતાનુ વોટ્સએપ ચલાવશો તો તમારે એકાઉન્ટ સેટ કરવાનું રહેશે. તે માટે તમારે રજિસ્ટર્ડ ફોન નંબર પર OTP આવશે. જેનાથી વોટ્સએપ એકાઉન્ટ સેટ કરવાનું રહેશે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, તમારો OTP કોઈ બીજા વ્યક્તિને ન જાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

Damini Patel

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવા લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Pravin Makwana

જાણવા જેવું/ 22 કેરેટ સોનાના ઘરેણાના ભાવ કેવી રીતે થાય છે નક્કી, જાણો મેકિંગ ચાર્જથી કેટલી વધી જાય છે કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!