GSTV
Home » News » ગૂગલ પરથી કરી શકશો WhatsApp વીડિયો અને ઓડિયો કોલ, ફોલો કરો આ સ્ટેપ્સ

ગૂગલ પરથી કરી શકશો WhatsApp વીડિયો અને ઓડિયો કોલ, ફોલો કરો આ સ્ટેપ્સ

WhatsAppનો ઉપયોગ કરનારા માટે ગૂગલે આપ્યા ખુશીના સમાચાર. હવે યુઝર ગૂગલ અસિસ્ટેંટની મદદથી વોટ્સએપ વીડિયો અને ઓડિયો કોલ કરી શકશો. ગૂગલ તેના અસિસ્ટેંટની મદદથી યુઝર્સને વોટ્સએપ મેસેજ કરવાની સુવિધા પહેલાંથી જ આપે છે. પણ હવે વીડિયો કોલ પર કરી શકાશે.

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરને ગૂગલ કમાન્ડ આપવામાં આવશે. જેમ કે હવે યુઝર, Hey Google Whatsapp Video/Audio Callબોલિને વીડિયો કોલ કરી શકો છો. પહેલાં ગૂગલ આસિસ્ટેંટની મદદથી કમાન્ડ આપવા પર તે ડિફોલ્ટ વીડિયો કોલિંગની માટે google duo અને મોબાઈલ ડેટાનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત ગૂગલ અસિસ્ટેંટને ઓડિયો કોલનું કમાન્ડ આપવામાં આવશે.

તો તે ફોન કોલિંગ સર્વિસની મદદ લેશે. આ નવું ફીચર આવવાથી હવે એવું નહીં થાય. યુઝર્સને વીડિયો અને ઓડિયો કોલિંગ માટે વોટ્સએપનું ઓપ્શન મળશે. નવા ફીચરને લઈ ગૂગલ અસિસ્ટેંટના પ્રોડક્ટ મેનેજર ક્રિસે કહ્યું, અસિસ્ટેંટ પહેલાંથી જ પોપ્યુલર મેસેજિંગ સર્વિસની સાથે કામ કરે છે. તેને યુઝર્સ મેસેજ વાંચવાની સાથે મોકલી પણ શકે છે. જોકે હવે યુઝર્સ અસિસ્ટેંટની મદદથી વોટ્સએપની એન્ડ્રોયડ એપથી હેંડ્સ ફ્રી ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. આઈફોનને લઈ કોઈ જાણકારી સામે આવી નથી.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!