GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

સરકારનું મોટુ પગલું: ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મુક્યો પ્રતિબંધ, આ કારણે લીધો નિર્ણય

સરકાર

whatsapp and instagram ban in Iran : હિજાબને લઈને દેશ અને દુનિયામાં વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ ભારતની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાનમાં મહિલાઓ હિજાબ પહેરીને રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનમાં એક યુવતીના મોત બાદ વિવાદ છેડાયો છે. હકીકતમાં ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મોત બાદ ત્યાંની મહિલાઓ સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ સાથે તમને જણાવી દઈએ કે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગને કારણે અત્યાર સુધીમાં ત્રણ પ્રદર્શનકારીઓના પણ મોત થયા છે, જ્યારે 220 લોકો ઘાયલ થયા છે. વધી રહેલા વિવાદને જોતા ત્યાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ત્યાંની સરકારે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

facebook down outage

મીડિયા રિપોર્ટ અનુસાર, ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે. તેને જોતા ઈરાન સરકારે તાત્કાલિક અસરથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સરકાર

બધા દેશોએ ટીકા કરી

તે જ સમયે, યુએન સહિત ઘણા દેશોએ ઈરાનના સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની ટીકા કરી છે. ન્યૂયોર્કના હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને ફોટામાં અધિકારીઓ કુર્દીસ્તાન પ્રાંતમાં વિરોધીઓને વિખેરવા અને ઘાતક બળનો ઉપયોગ કરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરતા બતાવે છે. ઈરાનમાં મહસા અમીનીની હત્યાના વિરોધમાં ન્યુયોર્ક શહેરમાં પણ દેખાવો થઈ રહ્યા છે. સેંકડો ઈરાનીઓએ સંયુક્ત રાષ્ટ્ર ભવન સામે પ્રદર્શન કર્યું. ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસીએ બુધવારે આ જાણકારી આપી.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV