GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હવે એકબીજા સાથે ચેટિંગ કરી શકશે વોટ્સએપ-ફેસબુક યુઝર્સ, આવી રહ્યુ છે આ શાનદાર ફીચર્સ

સોશિયલ મીડિયા કંપની ફેસબુક તરફથી યૂઝર્સને ઘણી એપ્સ ઓફર કરવામાં આવે છે. ફેસબુક ફેમિલીની એપ્લીકેશનમાં વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામ પણ સામેલ છે. દુનિયાભરમાં યૂઝર્સ ચેટિંગ માટે ફેસબુક મેસેંજર અને વોટ્સએપનો વપરાશ કરીએ છીએ અને ફેસબુક બંનેને એક-બીજા સાથે જોડવા જઈ રહ્યા છે. જલ્દી જ ફેસબુક અને વોટ્સએપના યૂઝર્સ આપસમાં પોતાની એપ્લીકેશનની મદદથી ચેટિંગ કરી શકશે અને અલગ-અલગ એપ્સ પર જવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.

પ્લેટફોર્મમાં જોડાવવા તરફ ઈશારો

ફેસબુક મેસેંજર અને વોટ્સએપ એકબીજા સાથે જોડાવાના છે. આ વાત એક કોડના કારણે લીક થઈ છે. નિષ્ણાંતોએ જાણ્યુ છે કે, ફેસબુકની સર્વિસ સેટિંગ્સમાં કોન્ટેક્ટ્સ અને ચેટ ફંક્શંસ લાવવાથી જોડાયેલ વેબ રિસોર્સ જોવા મળ્યા છે. જે વોટ્સએપના આ પ્લેટફોર્મમાં જોડાવવા તરફ ઈશારો કરે છે. યાદ છે કે, ફેસબુક સીઈઓ માર્ક જકરબર્ગ તરફથી ફેસબુક, વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામને આપસમાં જોડવાની વાત પહેલા પણ કહેવામાં આવી હતી.

વોટ્સએપમાં થશે ઘણા ફેરફાર

હાલમાં વોટ્સએપ દુનિયાની સૌથી પ્રખ્યાત મેસેંજિંગ સર્વિસ છે. જેમાં કોઈ બે મત નથી, પરંતુ આ એપ જેવા ફીચર્સવાળા બાકી મેસેંજર એપ પણ જગ્યા બનાવી રહ્યા છે. ટેલિગ્રામ એપ પણ ખૂબ જ પ્રખ્યાત થઈ છે. એવામા ફેસબુકની ઓનરશિપવાળા વોટ્સએપમાં ઘણા ફેરફાર થવા નક્કી છે. નવા ફીચરની મદદથી એપ્સનો યૂઝરબેસ પણ મોટો થઈ જશે અને પહેલાથી સારી ચેટિંગ એક્સપીરિયંસ પણ યૂઝર્સને મળશે.

પહેલા પણ મળ્યા નવા અપડેટ

પ્રથમવખત વોટ્સએપમાં કેટલાક કોડ જોવા મળ્યા હતા અને પહેલા પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ડાર્ક મોડ ફીચર બાદ વોટ્સએપ ગ્રુપ વીડિયો કોલિંગ પણ ઓફર કરી રહ્યુ છે અને હવે તેમાં 8 લોકો એકસાથે સામેલ થઈ શકે છે. તે સિવાય મેસેંજર રૂમ્સનો શોર્ટકટ પણ વોસ્ટએપ બીટા અપડેટમાં જોવા મળી રહ્યા છે. નવા ફીચરની મદદથી વોટ્સએપ અને ફેસબુક મેસેંજર યૂઝર્સ એકબીજાને મેસેજ કરી શકશે.

READ ALSO

Related posts

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!