GSTV
Home » News » Whatsapp લાવ્યું શાનદાર ફીચર, તમારી મોબાઈલ લાઈફ કરી દેશે આસાન

Whatsapp લાવ્યું શાનદાર ફીચર, તમારી મોબાઈલ લાઈફ કરી દેશે આસાન

ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ Whatsapp સતત પોતાના નવા ફીચર્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ રિવોક ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. હવે વૉટ્સઍપ વધુ એક નવું ફીચર લઈને આવ્યું છે જેથી હવે ઍન્ડ્રોઈડ યુઝર્સ પણ iPhone યુઝર્સની જેમ સ્ટોરેજ કન્ટ્રોલને એક્સેસ કરી શકશે.

હાલમાં iPhone યુઝર્સના વૉટ્સઍપમાં એક ખાસ ઑપ્શન હોય છે જેના દ્વારા કોઈ પણ ચૅટના સ્ટોરેજ ઑપ્શનમાં જઈ શકાય છે. ત્યાંથી એ ખ્યાલ આવે છે કઈ ચૅટમાં કેટલી મીડિયા ફાઈલ્સ છે અને કેટલાં મેસેજીસ મોકલવામાં આવ્યાં છે. જો તમે ઇચ્છો તો અહીં જ તમામ મીડિયા ફાઈલ્સને ડિલીટ કરી શકો છો. આ ફીચરનો સૌથી મોટા ફાયદો એ છે કે તમારી મેમરી ક્લિયર થતી જાય છે. ખાસ કરીને વૉટ્સઍપના ગ્રુપ્સ તમારા સ્માર્ટફોનની સૌથી વધુ મેમરી યુઝ કરતાં હોય છે.

ઍન્ડ્રોઈડની વાત કરીએ તો અહીં કોઈ પણ ચૅટ્સમાં મોકલેલી મીડિયા ફાઈલ્સ મેન્યુઅલી ડિલીટ કરવી પડતી હોય છે. યુઝર્સ જો ઇચ્છે તો મેસેજમાંથી મલ્ટિપલ મીડિયા ફાઈલ્સ જેવા કે ફોટોઝ અને અન્ય ફાઈલ્સ સિલેક્ટ કરીને ડિલીટ કરી શકે છે. પરંતુ iOSમાં આપવામાં આવેલા વૉટ્સઍપ વર્ઝનથી iPhone યુઝર્સને મેમરીને ક્લિયર કરવામાં ઘણી આસાની રહે છે.

  • હવે વૉટ્સઍપે આ ફીચર ઍન્ડ્રોઈડ યુઢર્સને પણ આપવાનો વિચાર કર્યો છે. જો તમે પણ જાણવા માંગો છે કે ઈ ચૅટના કારણે તમારા સ્માર્ટફોનની કેટલી મેમરી ભરેલી છે તો આ માટે Settings પર ક્લિક કરો.
  • અહીં Data & Storage Usageનું ઓપ્શન મળશે. ક્લિક કરીને થોડી વાર રાહ જુઓ કારણકે ચૅટ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે.
  • લોડ થયા બાદ એક લિસ્ટ દેખાશે જેમાં તમે જોઈ શકશો કે કઈ ચૅટ સૌથી વધુ મેમરી યુઝ કરે છે.
  • લિસ્ટમાં સૌથી ઉપર વધુ સ્પેસ ધરાવતી ચૅટ હશે.
  • આ લિસ્ટમાં તમે કોઈ પણ કન્વર્સેશન સિલેક્ટ કરી શકો છો.
  • સિલેક્ટ કર્યા બાદ તમને અન્ય એક લિસ્ટ મળશે.
  • આ લિસ્ટમાં કન્વર્સેશનની સંપૂર્ણ જાણકારી હશે. જેમ કે અહીં Text કેટલાં સેન્ડ કરાયા અને તે કેટલી મેમરી યુઝ કરે છે. આ ઉપરાંત ચૅટમાં ફોટો, વીડિયો, GIF, વોઈસ મેસેજ અને ડૉક્યુમેન્ટ્સ દેખાશે અને તેની સામે તેની સંખ્યા અને મેમરી દેખાતી હશે.
  • આ લિસ્ટમાં સૌથી નીચે મેનેજનું ઓપ્શન હશે. અહીં ક્લિક કરવાથી તમને લિસ્ટના કન્ટેન્ટ સિલેક્ટ કરવાનું ઑપ્શન મળશે.
  • જેમાંથી તમે ઇચ્છો તે ડિલીટ કરી શકશો. જેમ કે કોઈ પણ ચૅટના તમામ ફોટોઝ ક્લિયર કરવા માંગો છો તો તે કરી શકો છો. જેનાથી તમારી મેમરી પણ બચશે અને ન જોઈતી હોય તેવી તસવીરો ગેલરીમાં પણ નહીં દેખાય.
  • જો કે હાલમાં આ વૉટ્સઍપનું આ વર્ઝન બીટામાં ઉપલબ્ધ છે. જો કે તમે APKMirrorની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને મેળવી શકો છો.

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!