GSTV

WhatsAppમાં આવ્યુ જબરદસ્ત ફીચર, આ રીતે ચેક કરી શકશો વાયરલ અને ફેક મેસેજની સચ્ચાઈ

WhatsApp પર નકલી વાયરલ મેસેજીસથી છૂટકારો મેળવવા માટે કંપની એક નવું ફિચર લઈને આવી રહી છે. વાસ્તવમાં, હવે યુઝર્સને રિવર્સ સર્ચની સુવિધા આપવામાં આવશે. જેના દ્વારા જાણવા મળી શકે છે કે વાયરલ મેસેજમાં કેટલી સચ્ચાઈ છે.

WhatsAppએ બહાર પાડ્યુ નિવેદન

વોટ્સએપ પર ફોરવર્ડ કરાયેલા મેસેજમાં કેટલી સત્યતા છે, તે ચેક વોટ્સએપમાં જ આપેલા આ ફિચરથી જાણી શકાશે. WhatsAppએ આ સુવિધા અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ તેનું નામ સર્ચ ધ વેબ (Search the web)ફિચર નામ રાખ્યું છે. વોટ્સએપએ તેના ઓફિશિયલ બ્લૉગમાં કહ્યું છે કે, ‘વૉટ્સએપ મેસેજમાં અપાયેલા મેગ્નાઇફાઇંગ ગ્લાસને ટેપ કરીને ડબલ ચેકનું ફીચરને પાઇલટ આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે.’ WhatsAppએ કહ્યું છે કે લોકો દ્વારા અનેક વખત મોકલેલા મેસેજીસને સરળતાથી ચકાસી શકાય છે કે તે મેસેજમાં આપેલી માહિતી અથવા સમાચારનો સોર્સ કયો છે. આ રીતે વાયરલ મેસેજીસની સત્યતા જાણીને શોધી શકાય છે.

આ દેશોમાં કરાયું છે લોન્ચ

વાસ્તવમાં, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ફક્ત વોટ્સએપથી કામ નહી થાય. કંપનીએ કહ્યું છે કે આ સુવિધા તમને એક વિકલ્પ આપે છે જેના દ્વારા મેસેજને બ્રાઉઝર દ્વારા અપલોડ કરવો પડશે અને તે પછી તમે ઇન્ટરનેટ પર તે મેસેજને ક્રોસચેક કરી શકો છો.વોટ્સએપના જણાવ્યા પ્રમાણે આ નવા ફિચર આજથી બ્રાઝિલ, ઇટાલી, આયર્લેન્ડ, મેક્સિકો, સ્પેન, યુકે અને યુએસમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા વૉટ્સએપના એન્ડ્રોઇડ, આઇઓએસ અને વૉટ્સએપ વેબ પર કામ કરશે.

READ ALSO

Related posts

મોટી ખબરઃ ડ્રગ્સ કેસમાં દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર સહિત આ 7 બોલિવૂડ સ્ટારને NCBનું સમન્સ, 3 દિવસમાં હાજર થવાનો આપ્યો સમય

Karan

પુરષોત્મ મહિનાના ઉપવાસ માટે આ રીતે બનાવો લીલી ફરાળી ચટણી

Arohi

મહાનગરપાલિકામાં અધિકારીઓની દાદાગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા નથી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!