GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

WhatsAppએ લોન્ચ કર્યા 2 ન્યૂ ફિચર્સ

WhatsAppએ પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 2 નવા ફિચર લોન્ચ કર્યા છે. યૂઝર્સ આ ફિચર્સ માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ બંને ફીચર્સની મદદથી યૂઝર્સનેWhatsApp પર મેસેજ કરવાની વધારે મજા આવશે.

ટેક્સ્ટને આ રીતે કરી શકાશે બૉલ્ડ અને ઇટાલિક:

હવે WhatsApp પર મેસેજના શબ્દોને સિલેક્ટ કરીને તેમને બૉલ્ડ અથવા ઈટાલિક ફોર્મ આપી શકાશે. આ સિવાય તેનો કલર પણ બદલી શકાશે. તમે લખેલા ટેક્સમાંથી કોઈ પણ એક શબ્દને લાંબા સમય સુધી પ્રેસ કરીને સિલેક્ટ કરી શકશો. પછી ઉપરની તરફ 3 ડોટ દેખાશે.આ 3 ડોટ પર ટેપ કરીને તમે ટેક્સ્ટને કોપી, પેસ્ટ કરવા સિવાય તેને બોલ્ડ કરી શકો છો, ઈટાલિક કરી શકો છો અથવા કલર પણ બદલી શકો છો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે WhatsAppએ બોલ્ડ અને ઈટાલિકનું ફીચર રજૂ કર્યુ હતું, પણ તે પ્રોસેસ અઘરી હતી. જેને હવે સરળ કરી દેવામાં આવી છે.

 

ઇમોજી સર્ચ કરી શકાશે અને GIF મોકલી શકાશે:

બીજા ફિચરમાં હવે તમારે ઈમોજી શોધવાની જરૂર નહીં રહે. તમને કીબોર્ડની નીચે સર્ચ આઈકન દેખાશે જેની મદદથી તમે ઈમોજી શોધી શકશો.

આ સિવાય WhatsAppના અમુક ડિફોલ્ટ GIF પણ હશે જે તમે ફોરવર્ડ કરી શકશો. WhatsAppની વેબસાઈટ પર વર્ઝન 2.71.251 ઉપલબ્ધ છે, જેને ડાઉનલોડ કરીને તમે ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો. આ બંને લેટેસ્ટ ફિચર્સ તમારા ફોનમાં આવી જશે.

Related posts

બ્રાઝીલમાં છેલ્લા 1 મહિનામાં નવા 3.17 લાખથી વધુ કેસ, ફક્ત 6 દિવસમાં થયા 1 લાખ કેસ

Harshad Patel

ભારતને આંચકો આપવા પાકિસ્તાન અને ચીન થયા એક, આ અબજો ડોલરના પ્રોજેકટને આપી લીલીઝંડી

Ankita Trada

30 ડોક્ટરોની ટીમ પણ નહોતી ઉકેલી શકી એ રહસ્ય તેમના મોત સાથે ધરબાઈ ગયું, અલૌકિક શકિતના હતા માલિક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!