GSTV
Home » News » જો Whatsapp પર આ કામ કરતાં હોય તો આજે જ બંધ કરી દેજો, નહી તો ચુકવવી પડશે ભારે કિંમત

જો Whatsapp પર આ કામ કરતાં હોય તો આજે જ બંધ કરી દેજો, નહી તો ચુકવવી પડશે ભારે કિંમત

લોકસભાની ચૂંટણી માટે પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે થઇ ચુક્યું છે અને હજુ છ ચરણોમાં મતદાન થવાનું બાકી છે. સોશિયલ મીડિયા અને મેસેજિંગ પણ ચૂંટણી દરમિયાન મહત્વની ભુમિકા ભજવે છે. આ જ કારણ છે કે તેના પર ફેક ન્યૂઝ અથવા મેસેજિસ ફેલાતા રોકવા માટે સખત પગલા લેવામાં આવી રહ્યાં છે. ફેસબુકની ઓનરશીપવાળા વોટ્સએપે ફેક ન્યૂઝ ફેલાવતાં અનેક નંબર્સને બ્લોક કરી દીધાં છે. વોટ્સએપ યુઝર્સ માટે ચેટ ફિચર ડિસેબલ કરી દેવામાં આવ્યા છે. જો તમે પણ વોટ્સએપ પર ચૂંટણી સાથે સંબંધિત જાણકારી અથવા મેસેજ શેર કરતાં હોય તો આ ચાર કારણો તમારુ વૉટ્સએપ બ્લોક અથવા બૅન કરાવી શકે છે.

અણગમતા, ઑટોમેટેડ અને બલ્ક મેસેજ

વોટ્સએપે પોતાના ફ્રીકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ સેક્શનમાં સ્પષ્ટપણે લખ્યું છે કે યુઝર્સે વોટ્સએપ પર ઓટોમેટેડ મેસેજ, બલ્ક મેસેજ અથવા ઑટો ડાયલનો પ્રયાસ ન કરવો જોઇએ. વોટ્સએપ મશીન લર્નિંગ ટેક્નોલોજી અને યુઝર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા યુઝર્સ બંનેને યુઝ કરે છે. જો તમે કોઇ યુઝરને અણગમતા મેસેજ મોકલતા હોય તો તે તમને રિપોર્ટ કરી શકે છે અને તમારુ એકાઉન્ટ બૅન થઇ શકે છે. અનઑથોરાઇઝ્ડ અથવા ઑટોમેટેડ મેસેજ મોકલતા એકાઉન્ટ અથવા ગ્રુપ્સ ન બનાવો અને વૉટ્સએપના મોડિફાઇડટ વર્ઝનને યુઝ ન કરો.

કોઇ બીજાનું કોન્ટેક્ટ લિસ્ટ યુઝ કરવું

WhatsApp

 વોટ્સએપ યુઝર્સને જણાવવામાં આવ્યું છે કે તે કોઇની પરવાનગી વિના તેનો નંબર યુઝ ન કરે અથવા તેને મેસેજ ન કરે. આવી સ્થિતીમાં અજાણ્યા લોકોને મેસેજ કરવા કે તેને ગ્રુપમાં એડ કરશો તો તમારું વોટ્સએપ બ્લોક થઇ શકે છે. ખોટી રીતે બનાવવામાં આવેલી કોન્ટેક્ટ લિસ્ટ પણ તમારુ વોટ્સએપ બંધ કરાવી શકે છે.

બ્રોડકાસ્ટ લિસ્ટનો વધુ ઉપયોગ

ઘણાં યુઝર્સને એવી આદત હોય છે કે તે લિસ્ટની મદદથી બ્રોડકાસ્ટ મેસેજ મોકલતાં રહે છે અને તેમની આ એક પેટર્ન હોય છે. વોટ્સએપ કહે છે કે બ્રોડકાસ્ટ લિસ્ટમાં મોકલવામાં આવેલા મેસેજ ત્યારે જ રિસિવ થશે જ્યારે અન્ય યુઝરના કોન્ટેક્ટ લિસ્ટમાં તમારો નંબર સેવ હશે. આવું થશે તો પણ તમે વારંવાર મેસેજ કરશો તો તે રિપોર્ટ કરશે. આવા કેસમાં વોટ્સએપ વારંવાર રિપોર્ટ થયેલા એકાઉન્ટને બ્લોક કરે છે.

નિયમો અને શરતોનું ઉલ્લંઘન

વૉટ્સએપ યુઝ કરતા સમયે તમે નિયમો અને શરતોને લઇને તમારી સહમતિ આપે છે ત્યારે તમને એપની એક્સેસ મળે છે. વોટ્સએપ કહે છે કે વૉટ્સએપ કહે છે કે પ્લેટફોર્મ પર અમાન્ય, ધમકીભર્યા કે અશ્લીલતા ફેલાવનારા મેસેજ મોકલતા યુઝર્સ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેમની વિરુદ્ધ પલગાં લેવામાં આવી શકે છે.

Read Also

Related posts

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva