WhatsApp- હાલમાં જ ત્રણ નવા ફીચર રજુ કર્યા છે. આ ત્રણ ફીચરમાં એપ માટે થશે અને એક ફિચર WhatsApp વેબ માટે હશે. વોટ્સએપ વેબ માટે રજુ કરવામાં નવું ફીચર યુઝર્સને એમની ફોટોઝને એડિટ કરવામાં મદદ કરે છે. જે બે ફીચર્સને મોબાઈલ એપ માટે રજુ કરવામાં આવી છે એમાં યુઝર્સને ચેટના સમયે સ્ટીકર સજેશન અને પ્રિવ્યુ લિંક ઓપ્શન સુવિધા મળશે.
કંપનીનું કહેવું છે કે આ ફીચર પર કામ કરવાના સમયે યુઝર્સની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખવામાં આવી છે. માટે વોટ્સએપ નહિ જોઈ શકે કે યુઝર્સ શું સર્ચ કરી રહ્યો છે, અને યુઝર્સના પર્શનલ મેસેજ હંમેશા એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રીપશન દ્વારા સુરક્ષિત રહેશે.
વોટ્સએપ કંપનીએ ટ્વીટર પર એક ફોટો શેર કરી જેમાં એમણે મેસેજિંગ પ્લેટફોર્મના ત્રણ નવા ફીચર શેર કર્યા.

સ્ટીકર સજેશન ફીચર
આ ફીચર હેઠળ હવે યુઝર્સ મેસેજિંગ સમયે વોટ્સએપ પર સ્ટિકર મોકલવાનું સૂચન મેળવી શકશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી WhatsApp ચેટ દરમિયાન ઈમોજી મોકલવા માટે સજેસ્ટ કરતુ.
ફોટો એડિટર સુવિધા

આ ફીચર વોટ્સએપ વેબ માટે રજૂ કરવામાં આવ્યું છે, કારણ કે આ ફીચરનો ઉપયોગ વોટ્સએપ યુઝર્સ પહેલાથી જ મોબાઈલ એપ પર કરી રહ્યા હતા. હવે વોટ્સએપ વેબ પરના યુઝર્સ પણ ફોટોમાં ક્રોપ, રોટેટ અને ઈમોજી જેવા કેટલાક ફેરફાર કરી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા આ સુવિધા WhatsApp વેબ પર ઉપલબ્ધ નહોતી.
પ્રિવ્યુ લિંક
આ ફીચર WhatsApp એપ માટે છે. કંપનીએ હાલમાં જ તેની પ્રિવ્યુ લિંકના ફીચરને અપડેટ કરીને નવું વર્ઝન લાવ્યું છે. જો તમે અન્ય કોઈ WhatsApp પર લિંક મોકલો છો, તો તે લિંક સાથે વધુ માહિતી મેળવશે જેથી તે જાણી શકશે કે લિંક કોની સાથે સંબંધિત છે. હવે યુઝર્સ ખોટી લિંક ખોલી શકશે નહીં.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન