GSTV
Gujarat Government Advertisement

Whatsapp Privacy Policy/ વોટ્સએપની પ્રાઇવસી પોલિસીની ડેડલાઈન ખતમ, હવે આ રીતે મુકશે ધીરે ધીરે પ્રતિબંધ

whatsapp

Last Updated on May 16, 2021 by Damini Patel

સોશિયલ મેસેજિંગ વોટ્સએપની પ્રાઇવેસી પોલિસી સ્વીકાર કરવાની ડેડલાઈન શનિવારે ખતમ થઇ ગઈ. હવે કંપની આ પોલીસ સ્વીકાર નહિ કરવા વાળા યુઝર્સના એકાઉન્ટને ડિલીટ કરી એમના પર સીમિત પ્રતિબંધ લગાવી દબાણ બનાવશે.સૌથી પહેલા એવા યુઝર્સના માધ્યમથી ઓડિયો, વિડીયો કોલ કરવાની અથવા લેવાની સુવિધા બંધ કરશે,

ખાસ વાત છે કે ફેસબુક ઇન્કના માલિકના હક વાળી વોટ્સએપની પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ ભારત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સાથે જ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ પણ આ પોલિસીની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. જર્મનીમાં પણ 2 દિવસ પહેલા જ આ પોલિસીને સ્થગિત કરવાના આદેશ આપ્યા છે.

એ છતાં ફેસબુક ઇંક પોતાનો વલણ બદલવા માટે તૈયાર નથી. જો કે, ભારતીય અદાલતો અને એજન્સીઓના કડક વલણને જોઈને હવે સીધા વપરાશકર્તાઓના ખાતાને કાઢી નાખવાના બદલે, સેવાઓ બંધ કરીને દબાણ બનાવવાની રીત ધીરે ધીરે અપનાવી છે. ભારતમાં વોટ્સએપના 53 કરોડથી વધુ યુઝર્સ છે.

હાઈકોર્ટને કહ્યું, ગ્રાહકની સેવા કરવા માટે બંધાયેલા નથી

Whatsapp

શનિવારે વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં પોતાની નવી પ્રાઇવેસી પોલિસીનો બચાવ કર્યો હતો. કંપનીએ કહ્યું કે તે કોઈ પણ ગ્રાહકને તેની નવી પોલિસીને અનુસરવા માટે દબાણ કરી રહ્યું નથી. તે કાનૂની રીતે તેના ગ્રાહકોને સેવા આપવા માટે બંધાયેલા નથી. જો ગ્રાહક ઇચ્છે તો તે આ પ્લેટફોર્મ છોડી શકે છે. તેની નીતિ વ્યક્તિની અંગત બાબતોને અસર કરશે નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!