GSTV
Home » News » પપ્પુની પપ્પી પ્રિયંકા નવું શું લઇને આવી છે? મોદીના મંત્રી મહેશ શર્માનું શરમજનક નિવેદન

પપ્પુની પપ્પી પ્રિયંકા નવું શું લઇને આવી છે? મોદીના મંત્રી મહેશ શર્માનું શરમજનક નિવેદન

દેશના સંસ્કૃતિ પ્રધાન અને ભાજપના સાંસદ મહેશ શર્માએ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને લઇને અતી શરમજનક નિવેદન કર્યું હતું. તેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા હતા જ્યારે પ્રિયંકા ગાંધીને પપ્પી ગણાવ્યા હતા. તેમના આ શરમજનક નિવેદનની સોશિયલ મીડિયાથી લઇને રાજકીય નેતાઓ દ્વારા ભારે ટીકા થઇ રહી છે. 

ગૌતમબુદ્ધા નગરમાં ચૂંટણીનો પ્રચાર કરતી વેળાએ મહેશ શર્માએ આ નિવેદન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શર્મા પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના અન્ય નેતાઓ, ટીએમસીના નેતા મમતા બેનરજી, બસપા સુપ્રીમો માયાવતી અને અખિલેશ યાદવ પર પણ પ્રહારો કરી રહ્યા છે. 

ભાજપના નેતાઓ રાહુલ ગાંધીની હાંસી ઉડાવવા પપ્પુ શબ્દનો ઉપયોગ કરે છે, જેને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરવામાં દેશના સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્માએ શરમજનક નિવેદન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે પપ્પુ કહેતા હૈ મે પ્રાઇમ મિનિસ્ટ બનુંગા, માયાવતી, અખિલેશ, પપ્પુ ઓર અબ પપ્પુ કી પપ્પી ભી આ ગઇ હૈ. બાદમાં મહેશ શર્માએ પ્રિયંકાનું નામ લઇને કહ્યું હતું કે તે પ્રિયંકા શું પહેલાથી જ આપણા દેશની દિકરી નહોતી? કોંગ્રેસની પુત્રી નહી રહે શું? શું નવુ લઇને આવી છે? 

priyanka gandhi election

મમતા બેનરજી અંગે પણ હાસ્યાસ્પદ નિવેદન કરતા શર્માએ કહ્યું હતું કે મમતા બેનરજી અહીં આવીને કથ્થક ડાન્સ કરે કે કુમારસ્વામી ગીતો ગાય તો પણ તેમને કોઇ સાંભળવા નહીં આવે. મહેશ શર્માના આ નિવેદનને પગલે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને નિવેદનને અતી શરમજનક ગણાવ્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય સચીવ ધીરજ ગુર્જરે જણાવ્યું હતું કે મંત્રીના આ નિવેદન પરથી ખ્યાલ આવે છે કે ભાજપની વિચારધારા મહિલાઓ પ્રત્યે કેટલી નિમ્નકક્ષાની છે. કેન્દ્રીય પ્રધાન પદ પર હોવા છતા ભાજપના નેતા મહિલાઓ પ્રત્યે કેટલી ખરાબ વિચારધારા ધરાવે છે. આ મુદ્દે ભાજપે તેમની વિરુદ્ધ કોઇ આકરા પગલા લેવા જોઇએ.

READ ALSO

Related posts

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur