GSTV
Business Trending

Knowledge / શું હોય છે IFSC કોડ, શા માટે હોય છે આ જરૂરી? જાણો તેનું પૂરું નામ

ઈન્ટરનેટ બેન્કિંગ હેઠળ, જ્યારે આપણે કોઈપણ વ્યક્તિ અથવા સંબંધીના ખાતામાં પૈસા મોકલીએ છીએ, ત્યારે આપણને એકાઉન્ટ નંબર ઉપરાંત IFSC કોડની પણ જરૂર પડે છે. આના વિના આપણે ખાતામાં પૈસા મોકલી શકતા નથી. દરેક બેંક માટે IFSC કોડ અલગ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનું પૂરું નામ શું છે? અને શા માટે તે એટલો મહત્વનો છે?

What Is IFSC Code And Which Ways Can You Get Information About IFSC Code-IFSC  Code क्या है और किन तरीकों से हासिल कर सकते हैं इसकी जानकारी - News Nation

IFSC નું પૂર્ણ સ્વરૂપ એટલે કે આખું નામ Indian Financial System Code છે. તે દરેક બેંક શાખાનો એક યુનિક કોડ છે. પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતી વખતે, તમારે સાચા એકાઉન્ટ નંબર સાથે સાચો IFSC દાખલ કરવો પણ જરૂરી છે.

જો તમે ખોટો IFSC કોડ દાખલ કરો, તો લાખો પ્રયત્નો પછી પણ પૈસા ટ્રાન્સફર થશે નહીં. IFSC કોડ એ 11 અંકનો આલ્ફા-ન્યુમેરિક કોડ છે. તેમાં અંગ્રેજી અક્ષરો અને આંકડાઓનો પણ સમાવેશ થાય છે. તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા એસાઇન કરવામાં આવે છે. દરેક બેંક શાખાનો IFSC કોડ અલગ હોય છે.

ક્યાં મળે છે પાસબુકમાં

બેંક તરફથી જે પાસબુક આપવામાં આવે છે તેના પહેલા પેજ પર IFSC લખેલો હોય છે. આ 11-અંકના કોડના પ્રથમ 4 અંકો સંબંધિત બેંકને રિપ્રેઝેન્ટ કરે છે. આ પછીના એક અથવા વધુ અંકો 0 છે, જે ભવિષ્યના ઉપયોગ માટે રિઝર્વ હોય છે. છેલ્લા 6 કે તેથી ઓછા અંકો સંબંધિત શાખાની ઓળખ હોય છે.

ALSO READ

Related posts

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed

સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના

Binas Saiyed

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed
GSTV