GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

હવે અફવાઓ પર લગામ લગાવવા માટે WhatsApp લાવી રહ્યું છે આ નવું ફિચર, ટૂંક સમયમાં જ થશે લોન્ચ

દેશ અત્યારે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ભિન્ન ભિન્ન પ્રકારની અફવાઓ ચાલી રહી છે. અલગ અલગ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. જે જનતાને ભ્રમિત કરવાનું કામ કરે છે. હવે અફવાઓ પર લગામ લગાવવા માટે WhatsApp દ્રારા એક પહેલ કરવામાં આવી છે. WhatsApp દ્રારા એક એવું ફિચર લાવવામાં આવી રહ્યું છે જેનાથી અફવાઓ પર રોક લાગી જશે. મૂળ તો WhatsApp દ્રારા કોરોના સંબંધિત હોય કે કોઈ પણ અફવાઓ ફેલાતા જરાં પણ વાર નથી લાગતી.

WhatsApp આ જ વાતને ધ્યાનમાં રાખતા નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જે અફવાઓ પર કામ કરવામાં મદદગાર સાબિત થઈ શકે. આ ફિચર તમારા મોબાઈલમાં આવેલા મેસેજને ક્રોસ ચેક કરશે. જેથી તમને પણ ખબર પડશે કે ખબરમાં કેટલું તથ્ય રહેલું છે.

WhatsApp’s Beta Infoના પ્રમાણે WhatsApp’s Beta અપડેટ ફ્રિક્વેંટલી ફોરવર્ડ મેસેજને સર્ચ કરવાનું ઓપ્શન આપે છે. જે WhatsApp મેસેજનું લેબલ બતાવવામાં મદદ કરશે. જેથી તમારી પાસે આવેલો મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે. જેથી ટોપ લિસ્ટ પર મેસેજ હોવાથી સરળતાથી ખ્યાલ આવી જશે કે તમારી પાસે જે મેસેજ આવ્યો છે તેની સત્યતા કેટલી છે અને કેટલું હવામાં ગોળીબાર કરેલું છે. જો મેસેજ ટોપ લિસ્ટમાં સામેલ છે તો તેને અફવા માની શકાય છે.

WhatsAppનું આ નવું ફિચર મેગ્નીફાઈંગ ગ્લાસ આઈકનના રૂપમાં ફોરવર્ડ મેસેજની સાથે આવશે. ફોરવર્ડ મેસેજ આવતા જ જો તમે મેગ્નીફાઈંગ ગ્લાસ પર ક્લિક કરશો તો તે ગૂગલ સર્ચ કરી તમને જાણકારી આપી દેશે. WhatsApp દ્રારા કન્ફર્મ કરીને કહેવામાં આવ્યું છે કે આ વખતે ફિચરની ટેસ્ટિંગ ચાલી રહી છે. જલ્દી જ આ ફિચરને અપડેટ કરવામાં આવશે.

WhatsAppના પ્રવક્તાનું કહેવું છે કે, આ ફિચરને સામે લાવવાનો એક જ હેતુ છે કે અફવાઓને ફેલાવાથી રોકવી. ખોટી વાતો ચાલતા માહોલને ખરાબ થતા થોડી વાર પણ નથી લાગતી. આ જ કારણે આ ફિચરને અપડેટ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં જ ભારતમાં CAA-NCRના સમયે સોશિયલ નેટવર્કિંગ સાઈટ WhatsApp, ફેસબૂક, ટ્વિટર દ્રારા ખોટી અને ભ્રામક વાતો ફેલાવવામાં આવી હતી. જેના કારણે દેશમાં તણાવનો માહોલ પેદા થયો હતો.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!