GSTV

મંત્રી બનવા માગતા જિતુ વાઘાણી અને અલ્પેશનો ઝભ્ભો પકડીને ફરતા ધવલસિંહનું રાજકારણ પણ ડૂબ્યું

ગુજરાત વિધાનસભાની છ  બેઠકોની આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરીને અંગત લાભ માટે મતદારોનો દ્રોહ કરીને ભાજપમાં જોડાઈને સત્તાની ખુરશીમાં બેસી જવાનો પ્રયાસ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ જાકોરો આપ્યો છે. આ સાથે જ સીએમની બાજુમાં બેસીને લીલી પેનથી સહી કરવાના તેના ઓરતાં અંતરમાં જ રહી ગયા છે. ભાજપના આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર કોન્ગ્રેસના રઘુ દેસાઈ સામે 38૦7 મતથી અને ભાજપના આયાતી ધવલસિંહ ઝાાલ કોન્ગ્રેસના જશુભાઈ પટેલ સામે 743 મતથી હાર્યા છે. આ રીતે પક્ષપલ્ટુઓને મતદારોએ જાકોરો આપ્યો છે. થરાદમાં પણ કોન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને 6272 મતથી પરાજય આપ્યો છે.

જોકે અમદાવાદની અમરાઈવાડીની બેઠક જાળવી રાખવામાં ભાજપને સફળતા ભલે મળી હોય પણ તેના માર્જિન ખાસ્સા ઓછા થઈ ગયા છે. અલબત્ત ખેરાળુમાં ભાજપના અજમલજી ઠાકોરે કોન્ગ્રેસના બાબુજી ઠાકોરને 29,૦91 મતથી અને લૂણાવાડામાં ભાજપના જિજ્ઞોશ સેવકે કોન્ગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 11952 મતથી પરાજય આપ્યો છે.રાધનપુર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં 38૦7 મતથી પરાજિત થયેલા અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના રચીને ઠાકોરો અને દલિતોને દારૂના વ્યસનથી મુક્ત કરાવવાની રીતસર ઝુંબેશ ચાલુ કરીને પોતાના સમાજમાં અને વિસ્તારના મતદારાનું ધ્યાન આકર્ષ્યુ હતું.

પરંતુ ત્યારબાદ કોન્ગ્રેસમાં અને કોન્ગ્રેસમાં પણ મનસ્વી અભિગમ અપનાવી પોતાનો કક્કો ખરો કરાવવાની કોશિશ કરી હતી. કોન્ગ્રેસના નેતાઓ તેનાથી ત્રાસી ગયા પછી તેણે કોન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે કોન્ગ્રેસના નેતાઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.તેની આ માનસિકતાને જાણતા ભાજપે તેના રાજીનામા પછી લોકોની સેવા કરવી હોય તો તમને ભાજપમાં જોડાઈ શકો છો તેમ કહીને અલ્પેશ ઠાકોરને મોળો પ્રતિભાવ આપ્યો હતો. શાણો રાજકારણી આ જ ક્ષણે હકીકતને સમજી જાય છે, પરંતુ ભાજપમાં એન્ટ્રી લઈને જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાની માફક સીધા કેબિનેટ કક્ષાના પ્રધાન બનવાની લાલસામાં અલ્પેેશ ઠાકોર ભૂલ કરતો આવ્યો અને ભાજપમાં જોડાઈ ગયો હતો.

પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જોડાયા તેથી પ્રજાએ તેમની વિરૂદ્ધ મતદાન કર્યું હતું. છતાંય લાલચ આપી અને ડરાવીને તેની વિરૂદ્દ મતદાન કરાવવામાં આવ્યું હોવાનો લૂલો બચાવ અલ્પેશ ઠાકોરે કર્યો હતો.  બીજું તેની સામેની તેના સમાજની પણ નારાજગી વધી ગઈ હતી.ત્રીજું, ગેની બેન ઠાકોર સામે પરાજિત થયાલે શંકર ચૌધરીન ગુજરાત વિધાનસભામાં રિ-એન્ટ્રી લેવાની ફિરાકમાં રહેલા શંકર ચૌધરી સાઈડમાં મૂકાઈ જાય તે રીતે અલ્પેશ ઠાકોરે ટિકીટ માગી લીધી હતી. આ સંજોગોમાં ભાજપના મોભીઓ સહિત સૃથાનિક નેતાઓ તેને વેતરી નાખવાની ચાલ ચાલી રહ્યા હતા. છતાં અલ્પેશ તેમના બોબી ટ્રેપમાં આવી ગયો હતો.

આજેના પરિણામે પછી તેની રાજકીય કારકીર્દી સામે સવાલ ઊભો થઈ ગયો છે. આમ બહુ જ મહેનત કરીને સમાજમાં અને મતવિસ્તારમાં પ્રભાવ પાડનાર અલ્પેશ ઠાકોરની રાજકીય કારકીર્દી અકાળે અસ્તાચળ તરફ ધકેલાઈ રહી હોય તેવા નિર્દેશો મળવા માંડયા છે.આ સિૃથતિમાંથી બહાર આવવું તેને માટે નેવના પાણી મોભે ચઢાવવા જેટલા કઠિન બની ગયા છે. ભાજપે તેના વ્યૂહથી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ખતમ કર્યા છે. હવે તેઓ જિજ્ઞોશ મેવાણીને કદ પ્રમાણે વેતરી નાખવા માટેનો વ્યૂહ તૈયાર કરશે. આમ ભાજપ માટે જોખમી બનતા યુવા નેતાઓને ખતમ કરવાનું કામ ભાજપે કરી બતાવ્યું છે. 

અલ્પેશ ઠાકોરના હારના કારણો શું છે…?

  • અલ્પેશ ઠાકોરને અહંકારી સ્વભાવ નડયો
  • ધારાસભ્ય બન્યાં બાદ મતદારો સાથે નાતો રાખ્યો નહી
  • મંત્રી બનીશ તેવા નિવેદનથી ભાજપના નેતા-કાર્યકરો નારાજ થયાં
  • જે પક્ષનો વિરોધ કરી ધારાસભ્ય બન્યાં તે પક્ષમાંથી ચૂંટણી લડવુ ભારે પડયું
  • ઠાકોર સમાજનો રાજકીય ઉપયોગ કર્યો પણ સમાજના કામો કર્યા નહીં
  • કોંગ્રેસના  ઠાકોર ધારાસભ્યોનો ઝંઝાવતી પ્રચાર
  • શંકર ચૌધરીની ટિકીટ કપાતાં ચૌધરી મતદારો નાખુશ થયાં
  • ઠાકોર સેનામાં જ અલ્પેશ ઠાકોરના એકહથ્થુ શાસન-નિર્ણયથી નારાજ
  • ઠાકોર,દલિત,લઘુમતી,રબારી,ભરવાડ,આહિર મતો નિર્ણાય સાબિત થયાં

અલ્પેશ ઠાકોરની આંગળી ઝાલતા ઝાલાની કારકીર્દિ જોખમમાં

અલ્પેશ ઠાકોરની આંગળી ઝાલીને રાજકારણની સીડી ચઢી જઈને સત્તાની ખુરશી પર બિરાજમાન થઈ જવાના ધવલ સિંહ ઝાલાની ઇચ્છા પણ અલ્પેશ ઠાકોરની માફક અધૂરી જ રહી ગઈ છે. તેની રાજકીય કારકીર્દિ સામે પણ સવાલ ઊભો થઈ ગયો છે. જોકે તેના પરાજયની માર્જિન માત્ર 743 ંમતની છે. પરંતુ આ માર્જિન કાપવું હવે તેને માટે કપરાં ચઢાણ સમાન સાબિત થશે, કારણ કે તેણે સમાજના મતદારોના નિર્ણયને ઠુકરાવીને ભાજપમાં જોડાઈ જઈને પ્રજાનો દ્રોહ કર્યો હતો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની વિરૂદ્ધમાં ભાજપના કાર્યકરો અને મોભીઓ પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના મોવડીઓના અત્યંત વિશ્વાસુ અને આજ્ઞાાંકિત શંકરસિંહ ચૌધરીના સમર્થકોએ પણ અલ્પેશ ઠાકોરની કારકીર્દિ પર પૂર્ણવિરામ મૂકવા માટે એડીચોટીનુ જોર લગાવ્યુ હતું. 

જિતુ વાઘાણી માટે કપરાં ચઢાણ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમા ંતમામ છ બેઠકો પર વિજય મેળવવાના તેવર સ ાથે મેદાનમાં ઉતરેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીને આ પરાજય અંગે ખુલાસો કરવો અઘરો પડી ગયો છે. મિડિયા સાથેની વાતચીતમાં તેઓ માત્રા આ પ્રકારની સિૃથતિ કેમ નિર્માણ થઈ તેનું એનાલિસિસ કરવામાં આવશે તેટલું જ બોલી શક્યા હતા. આયાતી સભ્યોની મદદથી કોન્ગ્રેસને ખતમ કરવાની નીતિ કારગત ન નીવડી હોવાના સવાલનો જવાબ તેઓ સ્પષ્ટ પણે આપી શક્યા નહોતા. આ સજોગોમાં પ્રેદેશ પ્રમુખ તરીકે જિતુ વાઘાણીનું સૃથાન પણ ડગમગી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

રાધનપુરના મતદારો પક્ષપલટુને સ્વિકારતાં જ નથી

રાધનપુર બેઠકનો ઇતિહાસ કઇંક એવો છેકે, પક્ષપલટુઓને આ મતવિસ્તારની જનતા જાકારો જ આપે છે. વર્ષ 1998માં લવિંગજી ઠાકોર રાજપામાં જોડાઇને ચૂંટણી લડયાં હતાં ત્યારે તેઓ હાર્યા હતાં. વર્ષ 2૦૦2માં લવિંગજી ઠાકોર રાજપાને બદલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા ત્યારે પણ તેઓને શંકર ચૌધરીએ હરાવ્યા હતાં. વર્ષ 2૦12માં શંકર ચૌધરીએ બેઠક બદલી હતી જેના કારણે ભાજપે નાગજી ઠાકોરને ટિકીટ આપી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપ છોડીને આવેલાં ભાવસિંહ રાઠોડને ટિકીટ આપી હતી. ત્યારે પક્ષપલટુને હારનો સામનો કરવો પડયો હતો. વર્ષ 2૦17માં અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાનુ જનસમર્થન મળ્યુ હતું. ત્યારે ભાજપે કોંગ્રેસ છોડીને આવેલાં લવિંગજી ઠાકોરને ટિકીટ આપી હતી ત્યારે તેઓ હાર્યા હતાં. આમ, રાધનપુરના મતદારો પક્ષપલટુઓને જાકારો જ આપે છે. 

અમરાઈવાડીમાં આંતરિક ખેંચતાણ નડી

અમરાઈવાડીના ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેનના સમર્થક હોવાથી પણ ભાજપનું આંતરિક રાજકારણ તેમની માર્જિન ઘટાડવા માટે જવાબદાર બન્યુ ંહોવાનું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે. આનંદીબહેન પટેલ અને ભાજપના કેટલાક મોભીઓ વચ્ચેની ખેંચતાણ પણ જગદીશ પટેલની માર્જિન ઘટાડવા માટે કારણભૂત બની હોવાનું માનવામાં આવે છે. માત્ર ખેરાળુ અને લૂણાવાડાની બેઠક પર ભાજપને સરળતાથી જીત મળી હતી. 

મોંઘવારી અને બેકારી પણ ભાજપને નડી

જોકેે મોંઘવારી, બેકારી જેવા મુદ્દા પણ આ ચૂંટણીમાં ભાજપના પરફોર્મન્સ માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2૦17ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરાજયની અણી ફર આવીને મરતા મરતા બચેલી ભાજપ સરકારે તેમાંથી બહુ બોધપાઠ લીધા વિના જ માત્ર નવી નવી જાહેરાતો કરતાં રહીને પ્રજાનું કામ કરતાં હોવાનો દેખાવ કરવાની માનસિકતા સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હોવાનું મતદારોને સમજાવા માંડયું છે. ટ્રાફિકના નવા કરેલા નિયમોમોને કારણે પ્રજાને પડેલી હાલાકી પણ ભાજપની વિરૂદ્ધ મતદાન કરવા મતદારોને પ્રેર્યા હોવાનું માનવામાં આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત

Pritesh Mehta

ચેતવણીરૂપ કિસ્સો/ કપડાંની જેમ નવા સીમ સાથે નવી યુવતી બદલતો, 50 યુવતીઓનું શોષણ કરી બગાડી જિંદગી

Karan

પીએમ મોદીએ કર્યું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ગણાવ્યું કનેક્ટિવિટીમાં ઐતિહાસિક પગલું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!