GSTV
Home » News » ફેસબૂક પર ગમે તે પોસ્ટ કરો અને ચાલતું એ દિવસો હવે ગયા, નિયમ જાણી લો નહીં તો મોંઘુ પડશે

ફેસબૂક પર ગમે તે પોસ્ટ કરો અને ચાલતું એ દિવસો હવે ગયા, નિયમ જાણી લો નહીં તો મોંઘુ પડશે

તમને જાણ હોય કે નાં હોય પણ ફેસબુકના કન્ટેન્ટ રિવ્યુઅર દુનિયાભરમાંથી અપલોડ થતી આવી પોસ્ટની તપાસ 1500 કર્મચારી કરે છે. તેઓ આવી પોસ્ટ અંગે તપાસ કરીને નક્કી કરે છે કે પોસ્ટ રાખવા જેવી છે કે હટાવવા જેવી છે. ભારતમાં પ્રાદેશિક રીતે ગેરકાયદેસર હોય તેવી પોસ્ટનું યુઝરની જાણ વગર અથવા ઇન્ફોર્સમેન્ટ એજન્સીના ઇનપુટ વગર પણ રિવ્યુ કરવામાં આવે છે. એવું બધું જ કન્ટેન્ટ જે પ્રાદેશિક રીતે ગેરકાયદેસરની કેટેગરીમાં ફ્લેગ કરાય છે, તેને ફેસબુક સીધે સીધું બ્લોક કરતું નથી. ફેસબુકની ટીમ આવી પોસ્ટ અંગે તપાસ કરે છે, તે પછી જ તેને બ્લોક કરાય છે.

ઓપરેશનલ ગાઇડલાઇન્સ સેક્શનમાં ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્સ મોડરેટર આવા કન્ટેન્ટને ફ્લેગ કરવા કહે છે, જેમાં આઝાદ કાશ્મીર, અક્સાઇ ચીનનો નકશો હોય અથવા ધાર્મિક દેવી-દેવતાઓની વિરુદ્ધમાં પોસ્ટ કરાઇ હોય. જો કોઇ તસવીર નિયમોનું ઉલ્લંઘન કરે તો તેનું આઇપી પણ બ્લોક થઇ શકે છે. ફેસબુક પર મૂકેલી એવી પોસ્ટ જે સ્થાનિક સરકારના આઇટી એક્ટનું ઉલ્લંઘન કરતી હોય તો ફેસબુકના કન્ટેન્ટ મોડરેટર્સ તરત જ હરકતમાં આવી જાય છે અને એવી પોસ્ટને વહેલીતકે દૂર કરવા દબાણ કરે છે.

ફેસબુકના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2015માં ફેસબુક પરથી આવી લગભગ 30 હજાર પોસ્ટ્સ દૂર કરવા કહેવામાં આવ્યું હતું. જ્યારે 2017માં 3000 પોસ્ટ દૂર કરવા કહેવામાં આવ્યું હતું. ફેસબુકને જે પોસ્ટ દૂર કરવા કહેવામાં આવ્યું હતું તે ધર્મ અને દેશ વિરોધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ત્રણ કરોડ યુઝર્સ સાથે ફેસબુક વિશ્વનું સૌથી મોટું માર્કેટ ધરાવે છે.

ફેસબુકે ભારતમાં ‘પ્રાદેશિક ગેરકાયદેસર’ કેટેગરી હેઠળ આવતી પોસ્ટને માર્ક કરી રાખી છે. જેમાં આઝાદ કાશ્મીર, દેવી-દેવતાની નિંદા અને તિરંગાને કપડાંની જેમ કમરથી નીચે પહેરવું વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે ફેસબુકના આંતરિક ડોક્યુમેન્ટની તપાસ બાદ આ પોલિસી અંગે દાવો કર્યો છે.

READ ALSO

Related posts

નાની ઉંમરમાં જ બાળકોને મગફળી આપવાનું ઘટાડશે એલર્જીનો ખતરો

Mansi Patel

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

Mayur

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!