નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ એકઠી કરવી ભાજપ-સરકરા માટે પડકારરૂપ બન્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પના વારંવાર રટણને પગલે મોટી જનમેદની ભેગી કરવા સામે પડકાર સર્જાતાં ભાજપના નેતાઓને નમસ્તે કાર્યક્રમનુ આમંત્રણ અપાયુ જ ન હતું બલ્કે ભીડ ભેગી કરવાનુ જ કામ સોંપાયુ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એવું રટણ કર્યું કે,અમદાવાદમાં મને આવકારવા માટે 70 લાખ લોકો એકઠાં થવાના છે. આ ક્ષણ જોવા હું ખુબ જ આતુર છું.અમેરિકન પ્રેસિડેન્ટના કથન બાદ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો હતો.
આ ઉપરાંત આમંત્રણ કાર્ડની વહેચણીમાં ય એવા છબરડાં સર્જાયા હતાં કે,છેલ્લી ઘડી સુધી મંત્રી-ધારાસભ્યોને ય કાર્ડ મળી શક્યા ન હતાં. આ તરફ,ભાજપના ઘણાં નેતાઓને નમસ્તે ટ્રમ્પમાં જવા ઇચ્છા હતી પણ તેઓને ય આમંત્રણ કાર્ડ મળ્યા ન હતાં. ભાજપના નેતાઓને મોટેરા સ્ટેડિયમમાં ભાષણ સાંભળવાને બદલે ભીડ ભેગી કરવાના કામે લગાડવામાં આવ્યા હતાં. કોઇપણ ભોગે મોટેરા સ્ટેડિયમ અને રોડ શોમાં લોકોને લાવવા એ મોટો પડકાર હતો. છેલ્લા દિવસ સુધી ભાજપના નેતાઓ ભીડ એકત્ર કરવાના કામે લાગ્યા હતાં. નેતાઓને રીતસર લોકો લાવવા ટાર્ગેટ અપાયા હતાં.
READ ALSO
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન