કેન્દ્ર સરકારે સરકારી બેંકોના ખાનગીકરણની તૈયારી કરી છે. ત્યારે ઈન્ડિયન ઓવરસીસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાનગીકરણની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જોકે, સરકાર આ બેંકોનું ખાનગીકરણ કરી પોતાના હાથમાં 26 ટકા હિસ્સો રાખશે. ત્યારે સરકારી બેંકના ખાનગીકરણથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે..

બેંક સરકારી હોય કે, ખાનગી, તમામ બેંક આરબીઆઈની નજર અને માર્ગદર્શન હેઠળ કામ કરે છે. જો કોઈ સરકારી બેંક ખાનગીકરણનું બખતર ધારણ કરે તો તમારી બેંકમાં પડેલી મુડી, લોકરની સેફ્ટી પર કોઈ અસર થવાની નથી. પરંતુ વહીવટી અને મેનેજમેન્ટ સંબંધી આઝાદીના કારણે ખાનગી બેંક પોતાની સેવા સરકારી બેંક કરતા વધારે આધુનિક અને સારી આપી શકે. સરકારી બેંકનું ખાનગીકરણ થાય તો તેની અસર ચોક્કસપણે વ્યાજ દર અને અન્ય સેવા પર લાગુ કરવામાં આવેલા ચાર્જ ઉપર જોવા મળી શકે છે. સરકારી બેંકની સરખામણીમાં ખાનગી બેંકમાં તમને વધારે લોન મળી શકે છે. પરંતુ અહીં આપને સરકારી બેંકના વ્યાજ દર કરતા ખાનગી બેંકનું વ્યાજ વધારે ડામ આપી શકે છે. એટકે કે બન્ને બેંકનું વ્યાજ એક સમાન હોતું નથી. ખાનગી બેંક હાલના ખાતા ધારક કરતા નવા ગ્રાહકને વધારે મહત્વ આપે છે. આરબીઆઈ દ્વારા જે રેપોરેટ જાહેર કરવામાં આવે તેને ખાનગી બેંક મોડેથી લાગુ કરે છે. જેથી તેનો લાભ બેંકના ખાતા ધારકોને મોડો મળે છે. સરકારી આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2019થી નવેમ્બર 2020 સુધી સરકારી બેંકોએ જૂના વ્યાજદરમાં 0.94 ટકાની રાહત આપી હતી. જ્યારે ખાનગી બેંકોએ 0.54 ટકાની રાહત આપી હતી. એટલે કે હોમ લોનના વ્યાજ પર સરકારી બેંકોએ 9,400 રૂપિયા અને ખાનગી બેંકોએ માત્ર 5,400 રૂપિયાની રાહત આપી હતી.
ખાનગી બેંક પોતાના ગ્રાહકને સારી સુવિધા તો આપે છે પરંતુ તેની સામે આ સુવિધાનો મોટો ચાર્જ પણ વસૂલે છે. જેમા કેટલાક છૂપા ચાર્જ પણ હોય છે જે ક્યારેક બેંકના ગ્રાહકોને ખબર હોતી નથી. કોરોનાને કારણે લાગૂ થયેલા લોકડાઉન દરમ્યાન ખાનગી બેંકોએ મોબાઈલ દ્વારા થનાર યૂપીઆઈ પેમેન્ટ પર દર મહિને 20 ટ્રાન્જેક્શનની મર્યાદા પર અઢી રૂપિયાથી 5 રૂપિયા સુધીનો ચાર્જ લાગુ કર્યો હતો. ખાનગી બેંક ગ્રાહકને પોતાની જરૂરિયાત પ્રમાણે પણ સેવા આપે છે. જેનો ચાર્જ પણ અલગથી લેવામાં આવતો હોય છે. સરકાર આવાસ, ખેતી અને ખેડૂત માટે જે યોજના બનાવે છે અને આ યોજના માટે કેટલીક સબસિડી લાભાર્થીઓને આપે છે. આ તમામ યોજનાઓનો લાભ સરકારી બેંક દ્વારા લાભાર્થીઓને મળે છે. તેની સામે ખાનગી બેંકને સરકારની યોજનામાં કોઈ રસ હોતો નથી. ખાનગી બેંક નવા ગ્રાહકોને આકર્ષવા વીમા જેવી યોજનાઓ આપે છે.
સરકારી બેંકના ખાનગીકરણના કારણે સૌથી વધારે જેમને ચિંતા છે તેમા સરકારી બેંકના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં આશરે 13 લાખ બેંક કર્મચારીઓ છે. જે પૈકી 4.2 લાખ કર્મચારીઓ ખાનગી સેક્ટરમાં કામ કરે છે. પરંતુ ખાનગી બેંકમાં ક્લાર્કની જગ્યા સરકારી બેંક કરતા ઓછી છે. અને સરકારી બેંકનું ખાનગીકરણ થાય તો સરકારી બેંકના ક્લાર્કનો સમાવેશ ક્યાં કરવોએ સૌથી મોટો સવાલ છે. સરકારી બેંકના ખાનગીકરણના કારણે હજારો કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. કેટલાક જાણકારોનું કહેવું છેકે, બેંકનું ખાનગીકરણ થવાના કારણે મોટી સંખ્યામાં નોકરી ગુમાવી શકે છે. જેથી સરકારી બેંકના ખાનગીકરણનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

ALSO READ
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી