વડોદરા પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં પોલીસ નવી મોડેસ ઓપરેન્ડી જોઇને અચંબિત થઇ ગઇ હતી. હરિયાણાથી કન્ટેનરમાં વાહનો લાવવાના બહાને કન્ટેનરમાં દારૂ લવાતો હતો. ક્રાઇમબ્રાન્ચે દારૂની 911 બોટલો અને 7 વાહનો સહિત 30 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ કેસમાં પોલિસે વડોદરા ના 8 અને હરિયાણા 4 સહિત કુલ 12 લોકોની ધરપકડ કરી છે. આ સાથે દારૂ મંગાવનાર વડોદરાનો મોટો બુટલેગર વિજય રાણાની પણ ધરપકડ કરી છે.