GSTV

રાઇટ ટૂ પ્રાઇવસી: જાણો આ નિર્ણયથી Facebook અને WhatsApp પર શું થશે અસર?

ટેક્નો-લીગલ કમ્યુનિટી અને ડિજિટલ કાર્યકર્તાઓનું માનવું છે કે WhatsApp અને Facebook વચ્ચે ડેટા શેરિંગ વિરૂદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટના રાઇટ ટૂ પ્રાઇવસીના નિર્ણયની અસર પડી શકે છે. આ સિવાય ટ્રાઇ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવી રહ્યો છે કે ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્ક પર પણ તેની અસર પડી શકે છે.

મીડિયાનામા નામની ટેક્નોલોજી ન્યૂઝ વેબસાઇટના ફાઉન્ડર અને ઇન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશનના સદસ્યે કહ્યું હતું કે, ”લોકો અનેક ડેટા જનરેટ કરે છે. અનેક કંપનીઓ ડેટા એકઠી કરે છે અને તેનો ઉપયોગ કરે છે. સામાન્ય લોકો પાસે પણ આ અધિકાર હોવો જોઇએ કે ડેટાને કંટ્રોલ કરી શકે. આ ડેટા લીક થવાથી પરેશાની થઇ શકે છે. મારા મતે ડેટા નવી શક્તિ છે. અને સુપ્રીમ કોર્ટે ફરી શક્તિ લોકોના હાથમાં આપી દીધી છે. ”

એક જાણીતા એડ્વોકેટે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, ”પ્રાઇવસીની કોઇ એક વ્યાખ્યા નથી. પરંતુ તેનો વિસ્તાર આર્ટિકલ 21 સુધી વિસ્તાર કરાયો છે. આ એક વ્યાપક વિસ્તાર છે. જે અન્ય અધિકારોના ઉપયોગ માટે પણ જરૂરી છે.” જ્યારે બીજા સીનિયર એડ્વોકેટે કહ્યુ કે, આ નિર્ણય ખૂબ રોમાંચક છે. પ્રાઇવસીની એક નિશ્ચિત પરિભાષાની જગ્યાએ તેના દરેક મુદ્દા પર વાત કરવામાં આવી છે જે યોગ્ય રીત છે.

Related posts

સાવધાન/ અત્યાર જ આપના મોબાઈલ કરો ચેક, નવા નામ સાથે આવી ગયા છે ચાઈનીઝ એપ

Pravin Makwana

Apple ના ઓનલાઈન સ્ટોર પર ધાંસુ ઓફર્સઃ એકદમ સસ્તામાં મળી રહી છે આ 5 પ્રોડક્ટ, અહીંયા જાણો કિંમત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!