GSTV

જન્માષ્ટમીમાં આજે શું શું રહેશે બંધ? તમામ મંદિરોમાં સાદગીપૂર્ણ ઉજવણી, લોકમેળા મોકુફ

જન્માષ્ટમી

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ હિન્દુ ધર્મમાં તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે જેમાં શરૂઆતમાં મહિલાઓના વ્રત, દશામાનું વ્રત, રક્ષાબંધન અને ત્યારબાદ શ્રવાણ મહિનામાં જન્માષ્ટમીનું મહત્વ વર્ષોથી રહેલું છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના પર્વની વર્ષોથી પરંપરાગત રીતે વિશેષ ઉજવણી થાય છે ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈ જન્માષ્ટમીની તમામ ઉજવણીઓ મોકુફ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે યોજાતી જન્માષ્ટમીની શોભાયાત્રા તેમજ અલગ-અલગ વિસ્તારોમાં યોજાતા મટકી ફોડ કાર્યક્રમો પણ બંધ રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના મેળાનું વર્ષોથી મહત્વ

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના મેળાનું વર્ષોથી મહત્વ રહેલું છે. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ સહિત ધ્રાંગધ્રા ખાતે ચાર થી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જ્યારે જન્માષ્ટમીને દિવસે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે જેમાં મોટીસંખ્યામાં લોકો જોડાતા હોય છે. આ ઉપરાંત શહેરના માઈ મંદિર પાસે, ટાવર ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક સહિતના અનેક વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવે છે.

જન્માષ્ટમીની તમામ ઉજવણીઓ બંધ

પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈ રાજ્ય સરકારની સુચના મુજબ જન્માષ્ટમીની તમામ ઉજવણીઓ બંધ રાખવામાં આવી છે જેના કારણે શહેરની બજારોમાં જન્માષ્ટમીની આજે રજા હોવા છતાં ઓછી ભીડ જોવા મળશે. જ્યારે બીજી બાજુ દુધરેજ ખાતે આવેલ રબારી સમાજની ગુરૂ ગાદી એવાં વડવાળા મંદિર, દુધઈ વડવાળા મંદિર, મુળી સ્વામીનારાયણ મંદિર, સાયલા લાલજી મહારાજની જગ્યા, પાટડી પીપીળીધામ, પાટડી વરર્ણીન્દ્રધામ મંદિર સહિતના મંદિરો અને ધાર્મિક સ્થળો પર પણ જન્માષ્ટમી તેમજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ બંધ રાખવામાં આવી છે આમ ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં જન્માષ્ટમીનો માહોલ અને ઉજવણી ફીકી રહેશે.

Read Also

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!