GSTV
National Politics Trending

અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું : ભાજપનાં સરકાર સામે બેવડાં ધોરણો

મહારાષ્ટ્રમાં પણ આ રીતે સરકાર દ્વાર ખંડણીખોરી કરાતી હોવાનો મુદ્દો ઉઠેલો. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના કેસમાં કેન્દ્રની એજન્સી એનઆઈએએ મુંબઈ પોલીસના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના હેડ અધિકારી સચિન વાઝેને ઉઠાવીને જેલભેગા કર્યા પછી ઉધ્ધવ ઠાકરે સરકારે મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી કરી નાંખી હતી.પરમબિરસિંહે વળતો ઘા કરીને ‘લેટર બોમ્બ’ ફોડીને ધડાકો કરેલો કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો ટાર્ગેટ આપેલો.

સચિન વાઝે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના હેડ હોવાથી દેશમુખે વાઝેને પોતાના ઘરે બોલાવીને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા જમા કરાવવાનું કહેલું. દેશમુખના સેક્રેટરી પલાંડે અને બીજા સ્ટફાની હાજરીમાં દેશમુખે વાઝેને ખંડણીખોરીનું ગણિત પણ વિગતે સમજાવેલું. મુંબઇમાં આવેલા એક હજાર જેટલા બાર અને રેસ્ટોરન્ટ પાસેથી મહિને બે-બે લાખ રૂપિયા ઉઘરાવીને મહિને ૪૦ કરોડ રૂપિયા કમાવી લેવા અને બાકીની રકમ નાના-મોટા ધંધાવાળા પાસેથી ઉઘરાવી લેવી એવું ફરમાન દેશમુખે વાઝેને કરેલું. પરમબીરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને કરેલા ધડાકાએ ભારે ખળભળાટ મચાવી દીધેલો કેમ કે, મુંબઈ જેવા મોટા શહેરના પોલિસ કમિશનરે સીધા રાજ્યના ગૃહ પ્રધાનને જ ખંડણીખોર ગણાવ્યા હતા.

પરમબિરના આક્ષેપોની તપાસ કરવા બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ પણ આપેલો. તેના કારણે દેશમુખે રાજીનામું ધરી દેવું પડેલું ને દેશમુખનું પડીકું થઈ ગયું હતું. આ કેસમાં પછીથી દેશમુખની ધરપકડ પણ થઈ ને અત્યારે દેશમુખ જેલની હવા ખાય છે. ભાજપે આ મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે આ હોબાળાની આગેવાની લીધેલી. ફડણવિસ રોજ પત્રકાર પરિષદ કરતા ને નવા કહેવાતા પુરાવા લઈ આવતા હતા. ફડણવિસે જે કંઈ કર્યું એ બરાબર હતું કેમ કે એક રાજ્યના ગૃહ મંત્રી સામે ખંડણીખોરીનો આક્ષેપ મૂકાય એ આઘાતજનક જ કહેવાય. વિપક્ષ તરીકે ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ લેવું જ પડે. સામે દેશમુખ દોષિત હોય તો તેમને સજા થવી જ જોઈએ તેથી ભાજપનું વલણ બરાબર હતું પણ આ જ માપદંડ ભાજપે પોતાની સરકારને પણ વાગું પાડવાં જોઈએ.

ED

મહારાષ્ટ્રમાં તો એક મંત્રી સામે આક્ષેપ થયેલા જ્યારે અહીં તો આખી સરકાર સામે જ આક્ષેપ થયા છે. સરકાર પોતે જ કોન્ટ્રાક્ટર્સ અને ધાર્મિક સંસ્થાઓને અપાતી ગ્રાન્ટ્સમાંથી કટકી ખાય છે એવા ગંભીર આક્ષેપ થયા છે. આ પણ એક પ્રકારની ખંડણીખોરી જ કહેવાય એ જોતાં ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રીને પણ રાજીનામું આપવાનું કહેવું જ જોઈએ. મહારાષ્ટ્રમાં દેશમુખ માટે અલગ કાટલાં ને પોતાની સરકાર માટે અલગ કાટલાં ના ચાલે. અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવું પણ ના ચાલે.

ભાજપ અત્યારે કેન્દ્રમાં સત્તા પર છે, દેશમાં સૌથી મોટો રાજકીય પક્ષ છે તેથી નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો સ્થાપવાની જવાબદારી ભાજપની છે. ભાજપે આ આક્ષેપો ખોટા છે એવી ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડી છે. આ આક્ષેપો ખોટા હોય તો ભાજપે આક્ષેપો કરનારા કોન્ટ્રાક્ટર્સ કે ધર્મગુરૂ સામે કેસ કરવો જોઈએ પણ ભાજપ સરકાર એવું કરવા તૈયાર નથી. તેના પરથી લાગે છે કે, દાળમાં કંઈક કાળું છે, આક્ષેપોની વાતમાં દમ છે.

ભાજપ

ઈશ્વરપ્પા સંઘના માણસ છતાં હિંદુવાદીઓ નારાજ કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના મોત માટે જેમને જવાબદાર ગણાવાય છે એ કે.એસ. ઈશ્વરપ્પા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા છે. કર્ણાટકમાં ભાજપને મજબૂત કરનારા નેતાઓમાં એક ઈશ્વરપ્પા જનસંઘના સમયથી ભાજપ સાથે છે અને કટોકટીમાં જેલમાં પણ ગયેલા. સંતોષ પાટીલના મોતના કારણે હિંદુવાદી સંગઠનો તેમનાથી નારાજ છે. હિંદુ મહાસભાએ તો ઈશ્વરપ્પાની ધરપકડ ના થાય તો આંદોલનની ચીમકી આપી છે. તેનું કારણ એ કે, આપઘાત કરનાર પાટિલ હિંદુવાદી કાર્યકર હતો. આત્મહત્યા કરનાર પાટિલે પોતાને ભાજપનો કાર્યકર પણ ગણાવ્યો છે.

READ ALSO

Related posts

શાહરૂખ ખાનને રાહત : વર્ષ 2017 વડોદરા નાસભાગ કેસમાં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો

Hemal Vegda

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk
GSTV