GSTV
ANDAR NI VAT

આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકતંત્રની હત્યા છેઃ રાહુલ ગાંધી

રાહુલ

કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. આ ઘટનાના ઉપક્રમે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકતંત્રની હત્યા છે. સંસદમાં ડિબેટ કરવા દેવામાં આવતી નથી. અમારી ધરપકડ કરી લેવામાં આવે છે. જે કોઈ પણ તાનાશાહી વિચાર વિરુદ્ધ હુમલો કરે છે તેમને જેલમાં નાખી દેવામાં આવે છે. તેમના પર શાતિર હુમલો કરવામાં આવે છે. તેમની ધરપકડ કરીને તેમને પીટવામાં આવે છે.

તેમણે આક્ષેપ મૂક્યો કે, બેરોજગારી અને મોંઘવારી વધતી જાય છે પરંતુ હિન્દુસ્તાનની સરકાર કહે છે કે આવું બિલકુલ નથી. કોવિડમાં થયેલા મૃત્યુનો પણ સરકારે સ્વીકાર કર્યો નથી. હું જેટલું સાચું બોલીશ એટલું મારા પર આક્રમણ થશે પરંતુ હું મારું કામ કરીશ. લોકતંત્ર માટે લડતો રહીશ.

Read Also

Related posts

સરમાની નાના કેસોના નિકાલની પહેલની પ્રસંશા

Zainul Ansari

ગુજરાત સરકારના મંત્રીઓની કામગીરીથી લોકો નથી ખુશ, ભૂપેન્દ્ર પટેલની વધી ચિંતા

Zainul Ansari

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?

GSTV Web Desk
GSTV