GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?

પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ આમ તો ફિલ્મોમાં જોવા મળે. પરંતુ અમદાવાદના આકાશમાં 2જી ફેબ્રુઆરીએ જે દૃશ્ય જોવા મળ્યું એ જોઈને તમને પહેલા તો તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આકાશમાં એક સાથે લાંબી પ્રકાશપૂંજની હારમાળા જતી જોવા મળી હતી. અમદાવાદના ઘણા વિસ્તારમાં આ પ્રકાશની લાઈન જોવા મળતા લોકોમાં જાતજાતના તર્ક-વિતર્ક પણ શરુ થયા હતા. સંભવતઃ એ પ્રકાશની હારમાળા ઈલોન મસ્કના સેટેલાઈટની હોવી જોઈએ. પરંતુ ખરેખર પ્રકાશ શેનો હતો એ અંગે નિષ્ણાતો પણ હજુ માથું ખંજવાળે છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આ રીતે પ્રકાશ દેખાયો હતો અને ધડાકાઓ પણ સંભળાયા હતા.

સામાન્ય રીત દેશમાં અવાર-નવાર વિવિધ ખગોળીય ઘટનાઓ બનતી નજરે પડી રહેતી હોય છે ત્યારે અમદાવાદના આકાશમાં પણ આજે એક સાથે લાંબી પ્રકાશપૂંજની હારમાળા જોવા મળી હતી જેના પગલે લોકોમાં કુતુહુલ સર્જાયું છે. શહેરના ઘણા વિસ્તારમાં દૃશ્ય જોવા મળ્યું હતું. બીજી તરફ પ્રકાશ શેનો હતો એ અંગે નિષ્ણાતો પણ હજુ માથું ખંજવાળે છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સૌરાષ્ટ્રમાં પણ આવુ કુતુહુલ સર્જાયું હતું. અમરેલીના આકાશમાં એકસાથે લાઇનમાં ચળકતી લાઇટો બતાઈ હતી જેના પગલે સ્થાનિક લોકોએ આ નજારો નિહાળ્યો હતો.

READ ALSO

Related posts

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah

પોલીસને મળી મોટી સફળતા! નકલી નોટો છાપનાર આરોપીએને દબોચ્યા, દરોડા દરમ્યાન મળ્યો લાખોનો મુદ્દામાલ

pratikshah

કોવિડ-19નો લાંબા સમય સુધી સામનો કરવાથી થઈ શકે છે ફેસ બ્લાઈન્ડનેસની સમસ્યા

Siddhi Sheth
GSTV