GSTV
Gujarat Government Advertisement

‘નમસ્તે’થી કરી ભાષણની શરૂઆત, જાણો 28 મિનિટની સ્પીચમાં ટ્રમ્પે શું કહ્યું

Last Updated on February 25, 2020 by Bansari

અમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ માટે આમંત્રણ આપ્યું એ વખતે મોટેરામાં ઉપસ્થિત જનમેદનીએ ટ્રમ્પને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ટ્રમ્પે નમસ્તે બોલીને ભાષણની શરૂઆત કરી હતી : ‘નમસ્તે! નમસ્તે! ભારતનું નિમંત્રણ મળ્યું તે ખૂબ સૌભાગ્યની વાત છે. હું એ માટે ભારતના અસાધારણ નેતા ભારતને શેપ આપી રહેલા નરેન્દ્ર મોદીનો આભાર માનું છું, દેશ માટે રાત-દિવસ મહેનત કરી રહેલાં નેતા પ્રાઈમ મિનિસ્ટર મોદીને હું મારા ટ્રૂ ફ્રેન્ડ માનું છું.’
ટ્રમ્પના આ શબ્દો પછી મેદાનમાં મોદી-મોદીની ગૂંજ ઉઠી હતી. ખુદ મોદીએ ‘થેન્ક્યુ’ બોલીને ટ્રમ્પ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

અમેરિકા ભારતનું સન્માન કરે છે એ મેસેજ આપવા આવ્યો છું : ટ્રમ્પ

ટ્રમ્પે ભાષણમાં આગળ કહ્યું હતું: ‘ફર્સ્ટ લેડી અને હું 8 હજાર માઈલ (12800 કિલોમીટર)ની જર્ની કરીને ભારતમાં એક મેસેજ આપવા આવ્યાં છીએ કે અમેરિકા ભારતને ખૂબ પ્રેમ કરે છે. અમેરિકા ભારતને અતિશય રીસ્પેક્ટ આપે છે. ભારત અમેરિકાનું હંમેશા વફાદાર અને વિશ્વાસપાત્ર મિત્ર છે. મેં આપના વડાપ્રધાનનું અમેરિકાના ફૂટબોલ મેદાનમાં સ્વાગત કર્યું હતું,

આજે વડાપ્રધાન મોદીએ મારૂં સ્વાગત વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું છે. મોટેરા સ્ટેડિયમ ખૂબ જ સુંદર છે અને તમારી સાથે અહીં હું હાજર છું એનો મને બહુ આનંદ છે. આ ભવ્ય દેશમાં આવું શાનદાર સ્વાગત કરવા માટે આપ સૌનો આભાર! મારો આખો પરિવાર આ યાદગાર મુલાકાતને ક્યારેય ભૂલી નહીં શકે. અમે આ શાનદાર સ્વાગતને હંમેશા યાદ રાખીશું. ભારત અમારા માટે સ્પેશિયલ રહેશે’

ટ્રમ્પે ભારતની સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો

‘ભારત લોકતાંત્રિક જાદુ છે. વૈવિધ્યસભર સંસ્કૃતિઓનો મેળાવડો છે અને છતાં એકતાના દર્શન થાય છે. ભારતે એકથી એક બુદ્ધિશાળી લોકોની દુનિયાને ભેંટ આપી છે. 70 વર્ષ પહેલાં આઝાદ થયેલું ભારત આજે દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. આજે ભારત દુનિયાનું સૌથી અદ્ભૂત રાષ્ટ્ર છે.’

ટ્રમ્પે સરકારી યોજનાઓની સિદ્ધિ વર્ણવી

‘મોદીના નેતૃત્વમાં ભારતના ગામડે ગામડે વીજળી મળી ચૂકી છે. દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. સાત કરોડ વંચિત પરિવારોને ગેસ કનેક્શન મળ્યું, મોદીના કાર્યકાળમાં છ કરોડ લોકોને બેઝીક સેનિટેેશન સુવિધા આપવામાં આવી. ગરીબી રેખાની નીચેથી અસંખ્ય લોકો બહાર નીકળ્યા. ભારત સૌથી મોટો મિડલક્લાસ ધરાવતો દેશ છે, જેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. ભારતનો ઉદય ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. ભારતે શાંતિપ્રિય દેશ તરીકે આ બધું જ હાંસલ કર્યું છે. ભારતે મહેનત કરીને આટલા વર્ષોમાં કેટલાંય સપનાઓ સાકાર કર્યા. ભારતે એમનાં લોકો ઉપર વિશ્વાસ બતાવ્યો, ભારતે એમનાં લોકોનો ઉત્સાહ વધાર્યો અને એ રીતે આ બધું જ મેળવ્યું. એટલે જ ભારત અને અમેરિકા કુદરતી રીતે જ ગાઢ મિત્રો છે અને રહેશે.’

ટ્રમ્પે હિન્દી ફિલ્મ અને ક્રિકેટરોને યાદ કર્યા

ટ્રમ્પે હિન્દી ફિલ્મ અને સંસ્કૃતિને યાદ કરતા ભાષણમાં કહ્યું : ‘આ એવો દેશ છે જ્યાં વર્ષે 2000 જેટલી ફિલ્મો બને છે. ક્રિએટિવ અને જીનિયસ લોકો બોલીવૂડમાં કામ કરે છે. દુનિયાભરના લોકો ભાંગડા, મ્યુઝિક ડાન્સ બોલીવૂડની ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે. ભારતની ક્લાસિકલ ફિલ્મો જેવી કે ડીડીએલજે અને શોલે દુનિયાભરના લોકોને બેહદ પસંદ પડે છે.’

મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કર્યા

ટ્રમ્પે કહ્યું હતું કે આ એ દેશ છે જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બની છે. આ સ્ટેડિયમ પણ જેમના નામે છે એ સરદાર પટેલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના બહુ જ મોટા નેતા હતા. એ જ રીતે તેમણે મહાત્મા ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું : ‘ફર્સ્ટ લેડી અને હું એવી ભૂમિની મુલાકાતે આવ્યાં છીએ તેનું અમને ગૌરવ છે કે જ્યાંથી મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ કરી હતી’

ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મહત્વ છે

ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મૂલ્ય સ્વીકારવામાં આવે છે. કાયદા વ્યવસ્થાની જાળવણી થાય છે અને દરેક માણસના આત્મગૌરવનુ રક્ષણ થાય છે. હિન્દુ-મુસ્લિમ-શીખ-જૈન-બૌદ્ધ-ખ્રિસ્તી બધા સાથે મળીને રહે છે અને એક-બીજાના સાથ સહકારથી પોત-પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે. ભારતના બે ડઝન કરતા વધારે રાજ્યોમાં 100 જેટલી ભાષા-બોલીઓ બોલાય છ અને છતાં આ વિવિધતામાં એકતા રહેલી છે. આ એકતા દુનિયા માટે ખરેખર પ્રેરણા બને છે.

ભારત-અમેરિકા વચ્ચે સંબંધો મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ સમય

ભારત-અમેરિકા વચ્ચે સંબંધો મજબૂત બનાવવા માટે આ સમયગાળો અનુકૂળ છે. અત્યારે અમેરિકન અર્થતંત્ર અગાઉ ક્યારેય ન હતું એટલું વેગવંતુ છે. અમેરિકનો ભારતીયો સાથે સહકાર વધારવા ઉત્સુક છે. અમેરિકામાં બેરોજગારીનો દર ઐતિહાસિક નીચો આવ્યો છે ત્યારે ભારત સાથે સહકાર વધારવા આ સમય શ્રેષ્ઠ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

pratik shah

ટ્રેન રોકો આંદોલન / અમરીશ ડેરના સમર્થકોનો અનોખો વિરોધ, રેલ્વેની જમીનનો વિવાદ બન્યો વધુ ઉગ્ર

Dhruv Brahmbhatt

રાજદ્રોહ કેસ / 2022ની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને મોટી રાહત, 1 વર્ષ માટે રાજ્યની બહાર જવા આપી લીલી ઝંડી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!