GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

જૂની બાઇક ખરીદતાં પહેલાં આ 5 વસ્તુઓ ચેક કરવાનું ના ભૂલતાં, નહીં તો પસ્તાશો

બાઇક

જો પૈસા ઓછા હોય અથવા જૂની બાઇક ખરીદવા જતાં લોકો માટે ઘણી ટીપ્સ છે. જે જૂની બાઇક ખરીદવામાં મદદ કરે એવી છે.

વોઇસ રેકોર્ડ તપાસવો

જૂની બાઇકની અંતિમ ડીલ કરતા પહેલા બાઇકનો સર્વિસ ઇતિહાસ જોવો જોઈએ. બાઇકની ક્યારે અને કેટલી વાર સર્વિસ કરવામાં આવી છે તેની જાણકારી મળશે. એન્જિન ઓઇલ યોગ્ય સમયે બદલવામાં આવે છે કે નહીં તે સર્વિસ ઇતિહાસમાંથી પણ જાણી શકાય છે. વાહનની નોંણીનું પ્રમાણપત્ર – આરસી સારી રીતે તપાસવી જોઈએ.

વીમો

જૂનું બાઇક ખરીદતી વખતે, બાઇકનો વીમો તપાસી વીમાના કાગળો તમારા નામે ટ્રાન્સફર થઇ શકશે કે કેમ તે તપાસવું અત્યંત જરૂરી છે. તે બાઇકનો રસ્તા વેરો બાઇક વેચવાની તારીખ સુધી ચૂકવવામાં આવ્યો છે કે કેમ તે તપાસવું જોઈએ.

મિકેનિકની સલાહ લો

મિકેનિક દ્વારા બાઇકની તપાસ કરાવવાથી સાચી સ્થિતિનો અંદાજ આવે છે. એકવાર કોઈ જાણકાર મિકેનિકને બતાવવાથી તે કહી આપશે કે ખરીદવા યોગ્ય છે કે નહીં.

તપાસવા માટે સવારી કરો

બાઇક ખરીદતાં પહેલાં તેની રસ્તા ઉપર ચલાવી જૂઓ. ડ્રાઇવિંગ વિના સોદા ન કરવા ઓટોમોબાઈલ એન્જિનિયર કહે છે. અંતિમ રૂપ આપતાં પહેલા બાઇક ઉપાડીને, તેનું પીકઅપ, ગિયર શિફ્ટિંગ, એક્સિલરેટર તપાસવું જરૂરી છે.

એનઓસી

બાઇક ખરીદતી વખતે બાઇકના માલિક પાસેથી એનઓસી- ના વાંધા પ્રમાણપત્ર લઈ લેવામાં આવે છે. બાઇક પર કોઈ લોન છે કે કેમ તે ખાસ જોઈ લેવું જરૂરી છે. લોન લઈને બાઈકની ખરીદી છે, તો તે વ્યક્તિ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ લેવું જોઇએ. આ પ્રમાણપત્ર એ સાબિતી કરે છે કે તેણે લોનની બધી રકમ ચૂકવી દીધી છે.આ સાવધાની રાખનારને જીવનભરનો ફાયદો થાય છે.

Read Also

Related posts

મહિલા પોલીસ કર્મી સુનિતા યાદવે લગાવ્યા ગંભીર આક્ષેપો, મારી પર કરવામાં આવી રહ્યું છે દબાણ

pratik shah

Realme લાવી રહી છે 6000mAh બેટરીવાળો ફોન, મળી શકે છે 5G સપોર્ટ

Mansi Patel

કરજણના પૂર્વ ધારાસભ્ય કોરોના પોઝિટીવ, પ્રદેશ ભાજપના નિરીક્ષકોની મીટિંગમાં હતા હાજર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!