GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

Jioને ટક્કર આપવા સપ્ટેમ્બરમાં અન્ય કંપનીઓ મોબાઈલધારકો માટે કરશે ઓફરોનો વરસાદ

રિલાયન્સ જિયો પોતાના 4G ફિચર ફોનની સાથે સબ્સક્રાઇબર્સ વધારવાના પ્રયત્ન કરી રહ્યુ છે. આ સાથે જં કંપની યૂઝર્સને વધારે સસ્તા પ્લાન્સ આપવાની તૈયારી કરી રહ્યુ છે. JioPhoneની સાથે 153 રૂપિયાનો ટેરિફ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેના હેઠળ યૂઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 500MB 4G ડેટા ડેઇલી આપવામાં આવશે. JioPhoneની લોન્ચિંગની સાથે બાકીની ટેલિકૉમ કંપનીઓમાં કૉમ્પિટિશન વધી ગઇ છે. દરેક ટેલિકૉમ કંપની પોતાના યૂઝર્સને આકર્ષિત કરવા માટે નવા-નવા પ્લાન લાવવા માટે વિચાર કરી રહી છે. આજે અમને તમને બતાવીશું કે એરટેલ, વોડાફોન અને આઇડિયા સપ્ટેમ્બર 2017માં યૂઝર્સને માટે કયા નવા પ્લાન્સ આપશે.

ભારતી એરટેલ લોન્ચ કરશે VoLTE સર્વિસ:

તાજેતરમાં મુંબઇના એક યૂઝરે દાવો કર્યો છે કે તેણે તેના શાઓમીના ડિવાઇસ પર એરટેલ VoLTEની સર્વિસ મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે કંપની જલ્દીથી VoLTE સર્વિસને સત્તાવાર રીતે લોન્ચ કરી શકે છે. એરટેલે આ પહેલા જ ઘોષણા કરી હતી કે દેશભરમાં લોન્ચિંગ પહેલા આ સર્વિસને કેટલાક શહેરોમાં લાઇવ કરવામાં આવશે. સૂત્રોનુસાર, કેટલાક સિલેક્ટેડ શહેરોમાં આ સર્વિસ સપ્ટેમ્બરથી લાઇવ કરશે.

ભારતી એરટેલ લોન્ચ કરશે 2500 રૂપિયાનો 4G સ્માર્ટફોન:

રિલાન્ય જિયોને ટક્કર આપવા માટે કંપની 2500 રૂપિયાની કિંમતનો 4G હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. આ હેન્ડસેટને દિવાળીની આસપાસ લોન્ચ કરવાની ચર્ચા ચાલી રહી છે. એરટેલનો 4G હેન્ડસેટ એન્ડ્રોઇડ પર કામ કરશે અને સાથે જ કેટલીક બંડલ ઑફર્સ પણ આપવામાં આવશે.

વોડાફોન અને આઇડિયા આપશે બંડલ ઑફર:

દેશની બીજી અને ત્રીજી સૌથી મોટી ટેલિકૉમ કંપની, સ્માર્ટફોન કંપનીની સાથે પાર્ટનરશિપ કરીને બંડલ ઑફર્સ લોન્ચ કરી રહી છે. ઉદાહરણ તરીકે વોડાફોને HMD ગ્લોબલની સાથે કરાર કર્યો છે. નોકિયાનો ફોન ખરીદનાર યૂઝર્સને 9GB ડેટા આપવામાં આવશે. જ્યારે આઇડિયાએ VIVPની સાથે પાર્ટનરશિપ કરીને ફ્રી ડેટા આપવાની જાહેરાત કરી છે.

અન્ય કૉમ્બો ઑફર્સ:

કૉમ્બો ઑફર્સ હાલમાં ભારતીય ટેલિકૉમ બજારમાં ટ્રેન્ડિંગ છે. તમામ ટેલિકૉમ ઑપરેટર્સ રિલાયન્સ જિયોના ફ્રી વૉઇસ અને કૉમ્બો ઑફર્સના ટ્રેન્ડને ફૉલો કરી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે, એરટેલ, વોડાફોન અને આઇડિયા, જિયોને ટક્કર આપવા માટે પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતમાં 30% સુધીનો ઘટાડો કરી શકે છે.

Related posts

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi

Corona બેડની બ્લેક માર્કેટિંગ કરનાર હોસ્પિટલો વિરૂદ્ધ કેજરીવાલ સરકાર કરશે કાર્યવાહી, આપી આવી ચેતાવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!