GSTV

જાણવા જેવું/ વ્યક્તિના મોત બાદ તેના આધાર-પાન, વોટર કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઇએ, એક ક્લિકે જાણો શું છે નિયમ

આધાર

Last Updated on July 22, 2021 by Bansari

આધારકાર્ડ, પાનકાર્ડ, વોટર આઇડી કાર્ડ અને પાસપોર્ટ આવા બધા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડોક્યુમેન્ટ્સ સરકારી ઓળખકાર્ડ તરીકે મહત્વપૂર્ણ છે, આ સિવાય તમે આ ડોક્યુમેન્ટ વિના કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ મૃત્યુ પામે તો આ ડોક્યુમેન્ટનું શું કરવું? શું આ ડોક્યુમેન્ટ જાતે રદ થાય છે અથવા નોમિનીએ જઇને તેને રદ કરાવું પડે છે. જો આવુ ન થાય, તો આ ડોક્યુમેન્ટસ સાથે શું કરવું જોઈએ? ચાલો જાણીએ નિયમો …

આધારકાર્ડ

આધાર

આધાર નંબર ઓળખના પુરાવા અને સરનામાંના પુરાવા તરીકે કામ આવે છે. વિવિધ સ્થળોએ જેમ કે એલપીજી સબસિડી લેતી વખતે, સરકાર તરફથી શિષ્યવૃત્તિ, ઇપીએફ ખાતા વગેરેના મામલે આધાર નંબર આપવો જરૂરી છે. આવી સ્થિતિમાં, આધારને લગતી સેવાઓ સંભાળતી ઓથોરિટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), પાસે મૃતકનું આધારકાર્ડ રદ કરવાની કોઈ પ્રોસેસ નથી, પરંતુ જો કોઈ મૃતકે કોઈ સરકારી યોજના લીધી હોય, તો તેના પરિવારના સભ્યોએ UIDAI ને આ અંગે જાણકારી આપવી પડશે કારણ કે તે આધાર સાથે લિંક હોય છે.

પાન કાર્ડ

આવકવેરા રિટર્ન સહિતની અન્ય આર્થિક સુવિધાઓનો લાભ લેવા, પાનકાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. તે ઘણા એકાઉન્ટ સાથે લિંક હોય છે, તેથી જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, તો મૃતકના પરિવારે આવકવેરા વિભાગનો સંપર્ક કરવો જોઈએ અને પાનકાર્ડ સરેન્ડર કરવુ જોઈએ. પરંતુ સરેન્ડર કરતાં પહેલાં, ખાતરી કરો કે મૃતકોના બધા ખાતા બંધ થઈ ગયા છે.

વોટર આઇડી કાર્ડ

મત આપવા માટે વોટર આઇડી કાર્ડ ફરજિયાત ડોક્યુમેન્ટ છે. તે જણાવે છે કે તમારું નામ મતદાર યાદીમાં શામેલ છે. જો કે, મૃત્યુ પછી મતદાર ઓળખકાર્ડ રદ કરાવી શકાય છે. મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળ મૃત્યુ પછી મતદાર ઓળખકાર્ડ રદ કરવાની જોગવાઈ છે. નિષ્ણાંતોના મતે, જો કોઈના પરિવારના કોઈ સભ્યનું મોત થાય છે, તો પરિવારનો કોઈ પણ સભ્ય ચૂંટણી ઓફિસમાં જઈને ફોર્મ નંબર સાત ભરીને રદ કરાવી શકે છે

પાસપોર્ટ

આધાર

મૃત્યુ બાદ પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. જો કે, જ્યારે પાસપોર્ટની વેલીડીટી સમાપ્ત થાય છે, ત્યારે તે આપમેળે રિન્યુ ન કરવા પર તે અમાન્ય થઈ જાય છે.

Read Also

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!