GSTV
Home » News » ATMમાંથી રૂપિયા ઉપાડતી વખતે નોટ ના નીકળે પણ બેલેન્સ કપાઇ જાય તો શું કરશો? આ રહ્યો જવાબ

ATMમાંથી રૂપિયા ઉપાડતી વખતે નોટ ના નીકળે પણ બેલેન્સ કપાઇ જાય તો શું કરશો? આ રહ્યો જવાબ

Yono Cash service

ATMમાંથી રૂપિયા ઉપાડવા આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયુ છે. આપણને દરરોજ કેશની જરૂર પડે છે. પરંતુ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણીવાર એવું બને છે કે કેશ નીકળ્યા વિના જ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી સ્થિતીમાં શું કરવું. ઘણાં લોકો પુરાવા વિના જ બેન્કમાં ફરિયાદ કરવા પહોંચી જાય છે પરંતુ તેમને કોઉ રાહત નથી મળતી, તેવામાં અમે તમને કેટલીક ગાઇડલાઇન્સ વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા પૈસા પરત મેળવી શકો છો.

કસ્ટમર કેરમાં ફોન કરો

સૌથી પહેલાં તમે જે બેન્કના કસ્ટમર છો તે બેન્કમાં કૉલ કરો. જો બેન્કનો નંબર ન જાણતા હોય તો તમારા કાર્ડની પાછળ જુઓ ત્યાં તે નંબર આપેલો હોય છે. ફોન કરશો તો બેન્કનો એક્સેક્યુટિવ તમારી પાસે ટ્રાન્જેક્શન સ્લીપમાં લખેલી વિગતો માંગશે. તેને જ્યારે વિશ્વાસ થઇ જશે કે આ તમારુ જ એકાઉન્ટ છે તો તે તમારી ફરિયાદ દાખલ કરી લેશે. તે બાદ એક્ઝેક્યુટિવ તમને એક ટ્રેકિંગ નંબર આપશે.

કેશ ન નીકળે તો બેન્કને કરો સંપર્ક

આરબીઆઇની ગાઇડલાઇન્સ અનુસાર તમે તમારી બેન્કનો યુઝ કરો કે અન્ય બેન્કનો, કેશ ન નીકળે અને એકાઉન્ટમાંથી પૈસા કપાય તો બેન્કની કોઇ નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો. જો બેન્ક બંધ હોય કે રજાનો દિવસ હોય તો કસ્ટમર કેર પર કૉલ કરો. તમારી ફરિયાદ નોંધાઇ જશે. બેન્કને તેના માટે એક અઠવાડિયાનો સમય લાગશે.

ટ્રાન્જેક્શન સ્લીપ પાસે રાખો

ટ્રાન્જેક્શન ફેલ થયાના પુરાવા તરીકે ટ્રાન્જેક્શન સ્લીપ તમારી પાસે રાખો. જો ટ્રાન્જેક્શન સ્લીપ ન નીકળે તો તમે બેન્ક સ્ટેટમેન્ટ લઇ શકો છો. બ્રાન્ચમાં લેખિત ફરિયાદ સાથે ટ્રાન્જેક્શન સ્લીપની ઝેરોક્ષ પણ જોડી દો.

એક અઠવાડિયામાં પૈસાન મળે તો બેન્કે ચુકવવો પડશે દંડ

જો બેન્ક આવું ન કરે તો તેણે દરરોજ 100 રૂપિયા દંડ આપવો પડશે. ગાઇડલાઇન્સ અનુસાર બેન્કોને એક અઠવાડિયાની અંદર પૈસા પરત આપવા પડશે. ફરિયાદનું નિવારણ ન આવે તો એક અઠવાડિયા બાદ લોકપાલનો સંપર્ક કરી શકો છો.

એકાઉન્ટમાં એક દિવસમાં આવી જશે પૈસા

જો ટ્રાન્જેક્શ ફેલ થાય તો 24 કલાક સુધી રાહ જુઓ. બેન્ક તરફથી ભૂલ થઇ હશે તો તે એક દિવસમાં એકાઉન્ટમાં પૈસા જમા કરી દેશે. જો બીજી બેન્કના એટીએમમાં આવુ થયું હોય તો ધ્યાન રાખો કે ઘણઈવાર એટીએમ મશીનમાંથી પૈસા નીકળતા નથી પરંતુ મશીનની લોગ બુકમા ડેબિટ રજીસ્ટર થાય છે. જો આવુ થાય તો તમારે નુકસાવ ભોગવવુ પડશે કારણ કે અન્ય બેન્ક પૈસા આપવાથી ઇનકાર કરી શકે છે.

ATM યુઝ કરતી વખતે રહો એલર્ટ

એટીએમ યુઝ કરતી વખતે સુનિશ્વિત કરો કે તમારી આસપાસ કોઇ બીજો વ્યક્તિ ન હોય જે તમારો પાસવર્ડ જુએ. ટ્રાન્જેક્શનમાં મુશ્કેલી આવે તો તેને કેન્સલ કરવાનું ન ભૂલો. કોઇ અજાણ્યા શખ્સની મદદ ભૂલથી પણ ન લો.

કોર્ટની મદદ લો

છેલ્લો વિકલ્પ તમારી પાસે કાનૂની કાર્યવાહીનો છે. તમે તમારી ફરિયાદ સાથે કોર્ટની મદદ લઇ શકો છો.

Read Also

Related posts

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva

ICCનો મહત્વનો નિર્ણય, 2021 મહિલા વર્લ્ડ કપ માટે વધારી ઈનામની કરમ, નવા ટૂર્નામેન્ટને પણ આપી મંજૂરી

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!