GSTV
Home » News » મતદાર યાદીમાંથી નામ ગાયબ થઇ ગયું હોય તો શું કરશો? સરળ સ્ટેપ્સમાં સમજો

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઇ ગયું હોય તો શું કરશો? સરળ સ્ટેપ્સમાં સમજો

missing from voters list

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે અને એક મતદાર તરીકે તમારે પણ મતદાન માટે તૈયાર થઇ જવું જોઇએ. ચૂંટણીપંચ તમામ વોટર્સને એક વોટર સ્લીપ આપે છે જેનું નામ વોટર્સ લીસ્ટમાં સામેલ હોય છે. આ સ્લીપ સાથ એક ફોટો આઇડી પ્રૂફને ચૂંટણી પંચ દ્વારા વોટર કાર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે.

જો કોઇને વોટર સ્લીપ ન મળે તો તે ઓનલાઇન પોતાનું નામ વોટર લિસ્ટમાં જોઇ શકે છે અથવા તો પછી હેલ્પલાઇન પર કૉલ કરી શકે છે. વોટર લિસ્ટમાં પોતાનું એનરોલમેન્ટ ચેક કરવા માટે આ સ્ટેપ્સ ફૉલો કરો.

સ્ટેપ-1

નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ https://www.nvsp.in પર જાઓ અથવા NSVP સર્ચપેજ પર જાઓ.

સ્ટેપ 2

જો તમારી પાસે EPIC નંબર હોય તો Search by EPIC Number પર ક્લિક કરો. જો ન હોય તો Search by details પર જાઓ.

જો સર્ચજ કરવા પર તમારી ડિટેલ્સ ન દેખાતી હોય તો તેનો અર્ત છે કે તમારુ નામ વોટર્સ લિસ્ટમાં નથી. તેવામાં તમારે ફરીથી રજીસ્ટર કરાવુ પડશે. જો તમારુ નામ સર્ચમાં દેખાય તો તમે વોટ આપવા માટે અલિજીબલ છો. વોટર તરીકે રજીસ્ટ્રેશન કરાવા માટે તમારે ફોર્મ-6 ભરીને વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન રજીસ્ટ્રેશન ઑફિસર (ઇઆરઓ) પાસે જમા કરાવુ પડે છે. તે બાદ તમારુ નામ વોટર્સ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. તમે ઓનલાઇન પણ આ સ્ટેપ્સ ફોલો કરી ફોર્મ ભરી શકો છો.

સ્ટેપ 1

 www.eci.nic.in અથવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ઓપન કરે અને Online Registration ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 2

યુઝરનેમ અને પાસવર્ડ સાથે સાઇનઅપ કરો.

સ્ટેપ 3

એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો.

સ્ટેપ 4

તમારા રહેણાક અને ઉંમરના પ્રમાણપત્ર તરીકે આઇડી અપલોડ કરો અને તમામ વિગતો ભરી દો.

તે બાદ બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) તમારા ઘરેથી પણ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરી શકે છે. પ્રક્રિયાના 45 દિવસોની અંદર વેરિફિકેશન બાદ તમારુ નામ વોટર લિસ્ટમાં એડ થઇ જશે અને તમે આગામી ચૂંટણીમાં મત આપી શકશો. આ સ્ટેપ્સ માટે ચૂંટણી પંચે Voter Helpline એપ પણ લૉન્ચ કરી છે. આ એપ એન્ડ્રોઇડ ફોન્સ માટે ઉપલબ્ધ છે.

Read Also

Related posts

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Nilesh Jethva

રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 142 કિલો અખાધ્ય લીચીનો નાશ કરાયો

Nilesh Jethva

અમેરિકાના વિદેશ પ્રધાનનો ભારતમાં વિરોધ, ડાબેરીઓએ મોદી પર પણ કર્યા પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!