GSTV

સાવધાન / પેટ્રોલ પંપ પર છેતરપિંડી થાય તો શું કરવું? કેવી રીતે કરવી ફરિયાદ

Last Updated on August 21, 2021 by Vishvesh Dave

દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. તેલના વધતા ભાવની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતી વખતે ઘણી વખત લોકો છેતરપિંડીનો શિકાર બની જાય છે અને તેઓને તેની જાણ પણ હોતી નથી. પેટ્રોલ પંપ પર છેતરપિંડીના કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે. ગ્રાહકોને સમજાતું નથી કે તેના વિશે ફરિયાદ ક્યાં કરવી?

પેટ્રોલ

આ માટે તમે સંબંધિત ઓઇલ કંપનીને ફરિયાદ કરી શકો છો. એટલે કે, જેમની પાસેથી તમે પેટ્રોલ ભર્યું હતું. તમામ પેટ્રોલ કંપનીઓએ ગ્રાહકો સમક્ષ ફરિયાદ માટે નિર્ધારિત વેબસાઇટ અથવા ફોન નંબર મૂક્યો હોય છે. આના માધ્યમથી તમે તમારી વાત સરળતાથી કંપની સમક્ષ મૂકી શકો છો.

ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર બન્યો હોય, તો તે 1800-2333-555 પર કસ્ટમર કેરને ફોન કરી શકે છે. આ સિવાય, તમે ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ https://bit.ly/3syOjTU ની આ લિંકની મુલાકાત લઈ શકો છો.

પેટ્રોલ પંપ પર આ રીતે તેલ ભરતી વખતે સાવચેત રહો:-

પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે બિનજરૂરી વાત કરવાનું ટાળો

ઘણા કર્મચારીઓ જાતે વાહિયાત વાતો કરીને ગ્રાહકને લલચાવવાનો પ્રયત્ન કરે છે.

ભીડ ભરેલા પેટ્રોલ પંપ પર જવાનું ટાળો

પેટ્રોલ પંપના મીટર પર ધ્યાન આપો, જો પંપનું મીટર શૂન્ય ન દેખાતું હોય તો પહેલા કર્મચારીને તેના વિશે જાણ કરો

સખત સૂર્યપ્રકાશમાં પેટ્રોલ ખરીદવાનું ટાળો, સવારે અથવા સાંજે પેટ્રોલ ખરીદો. આવા સમયે પેટ્રોલની ઘનતા ઘણી સારી હોય છે

ગ્રાહકો ઈચ્છે તો પેટ્રોલની શુદ્ધતા ચકાસી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ તમામ પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર ટેસ્ટની સુવિધા હોવી ફરજિયાત છે. જો તમે પેટ્રોલની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો તમે એક કાગળ પર પેટ્રોલના થોડા ટીપાં લો અને જો તે શુદ્ધ હોય તો તે કોઈ પણ ડાઘ છોડ્યા વગર ઉડી જશે. જો આવું ન હોય તો કાગળ પર ડાઘ જ રહેશે.

ALSO READ

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!