સાંભળીને બે હોઠ વચ્ચેની જગ્યા વધી જાય એટલા રૂપિયા ફાળવ્યાં, પણ સ્માર્ટ સિટી મિશન યોજનાં કેટલી સ્માર્ટ રહી?

મોદી સરકારના કાર્યકાળનો થોડો સમય બાકી છે. આ જ કારણથી સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ચૂંટણીલક્ષી વચનો હોઈ શકે છે તો સરકારની મુખ્ય યોજનાઓનો પણ ઉલ્લેખ હોઈ શકે છે. આ યોજનાઓમાં ‘સ્માર્ટ સિટી મિશન’ પણ સામેલ છે. જેના વિશે જાણીએ.

શું છે સ્માર્ટ સિટી મિશન?

શહેરોનાં કાયાકલ્પ માટે મોદી સરકારે આ મિશનની શરૂઆત કરી હતી. તેના માટે નાગરિકોને અનુકૂળ શહેરી ક્ષેત્ર વિકસિત કરવા માટે 685758 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સહિત અનેક અન્ય પહેલ કરવામાં આવી છે. આ મિશનમાં 100 શહેરોને સામેલ કરાયા છે અને તેની અવધિ પાંચ વર્ષ (નાણાકીય વર્ષ 2015-16થી નાણાકીય વર્ષ 2015-16થી 2019-20) સુધીની છે. મિશનની શરૂઆતની સાથે જ 100 શહેરોમાં 5151 પ્રોજેક્ટ ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેના વિકાસ પર 2 લાખ કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવશે.

આ તમામ પ્રોજેક્ટમાં અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. 534 પ્રોજેક્ટ પર 101116 કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. જ્યારે લગભગ 43493 કરોડ રૂપિયાની 1177 યોજનાઓનું કાર્યાન્વયન શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે 677 પ્રોજેક્ટ પર 38207 કરોડ રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. આંકડામાં જણાવાયું છે કે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વડાપ્રધાન આવાસ યોજના પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. શહેરી ક્ષેત્રોમાં 65 લાખથી વધુ આવાસના નિર્માણને મંજૂરી મળી ચૂકી છે. જ્યારે મિશન અમૃત યોજના અંતર્ગત પાણી, સિવરેજ અને સફાઈ માટે 77640 કરોડ રૂપિયાની યોજનાની જોગવાઈ છે.

સ્માર્ટ સિટી મિશનમાં આવનારી સ્માર્ટ સડક અંતર્ગત 4 શહેરોમાં 228 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા થઈ ચૂક્યા છે. જ્યારે 34 શહેરોમાં 3819 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ નિર્માણાધીન છે. જ્યારે 10 શહેરોમાં 2069 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરી ચૂકાયા છે. આ રીતે સ્માર્ટ વોટર પ્રોજેક્ટ અંતર્ગત 18 શહેરોમાં 902 કરોડ રૂપિયાના કાર્યો પૂરા કરવામાં આવ્યા છે. જ્યારે સૌર ઊર્જા પ્રોજેક્ટ અંતર્ગત 8 શહેરોમાં 58 કરોડ રૂપિયાના કામ થઈ ચૂક્યા છે. દર્શનીય અને પ્રભાવપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત 16 શહેરોમાં 179 કરોડ રૂપિયાના કાર્યો પૂરા કરવામાં આવ્યા છે.

આવાસ અને શહેરો મામલાઓનાં મંત્રાલય (એમઓએચયુએ) સતત ઘર ખરીદનારા લોકોનાં હિત માટે સમગ્ર દેશમાં (રેરા) અંતર્ગત કાર્યાન્વયન સુનિશ્ચિત કરવાની સાથે જ પૂરી તાકાતથી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં સુધારા માટે લાગેલું છે. આ ઉપરાંત ‘ઈઝ ઓફ લિવિંગ’ ઈન્ડેક્સની શરૂઆત કરાઈ છે. જૂન 2017માં નક્કી કરાયું છે કે રહેણીકરણીના ઈન્ડેક્સના આધારે 116 શહેરોનું રેન્કિંગ કરાશે. જૂન 2018ના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી મિશન માટે 10459 કરોડ રૂપુયા જારી કર્યા છે. તેમાંથી વર્ષ 2015-16માં 1469 કરોડ, 2016-17માં 4493 કરોડ રૂપિયા, 2017-18માં 4497 કરોડ રૂપિયા જારી કરાયા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter