GSTV
Home » News » ફિલ્મ ફ્લોપ થવા પર કેટલી ફીસ લે છે આમિર ખાન, જાણો વિગતે

ફિલ્મ ફ્લોપ થવા પર કેટલી ફીસ લે છે આમિર ખાન, જાણો વિગતે

મુંબઈઃ આમિર ખાનને મુંબઈમાં પાંચમાં ઈન્ડિયન સ્ક્રીપ્ટ રાઈટર્સ કોન્ફરન્સનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન આમિરે ફિલ્મની રાઈટિંગ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ખુલીનો પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આમિર ખાને સ્પષ્ટ રૂપે કહ્યું કે તેના માટે ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ મહત્વ રાખે છે. તે પોતાની ફિલ્મની સ્ટોરીને ખૂબ જ મહત્વ આપે છે. આમિર કહે છે એકવાર તેમની મુલાકાત એવી એક્ટ્રેસ સાથે થઈ હતી, જેણે ફિલ્મની સ્ટોરી સાંભળ્યા વિના એવો પ્રશ્ન કર્યો હતો કે કપડા કેવા પહેરશે. આ સાંભળીને આમિર પણ ખૂબ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

આમિર કહે છે કે, મારા માટે ફાઈન્ડેશન સ્ક્રીપ્ટ છે અને જ્યારે મને સ્ટોરી પસંદ આવે છે તો હું ફિલ્મ સાઈન કરી લઉ છું પછી બાકીની બધી જવાબદારી નિર્માતા પર છોડી દઉં છું. હું પૂરતો પ્રયાસ કરું છું કે મારા કારણે પ્રોડ્યૂસરને નુકસાન ન થાય. હું એમ પણ કહી શકું છું કે મેં જે નિર્માતાઓ માટે કામ કર્યું છે તેમના પૈસા બરબાદ નથી થયા. હું હવે મારી ફિલ્મની ફીસ પણ નથી લેતો. જ્યારે બધાની પૈસા પહોંચી જાય છે. બધાનો ફાયદો થઈ જાય છે ત્યારે મારા ભાગના પૈસા આવે છે.

આમિર ખાને કહ્યું કે, મારું માનવું છે કે જો લોકોને મારી ફિલ્મ પસંદ આવે છે તે બાદ જ હું પૈસા લેવાનું વિચારું છું. આમિર સ્પષ્ટ કહે છે કે ફિલ્મ અસફળ રહે તો હું એકપણ રૂપિયો લેતો નથી.

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

જો તમારી સાથે પણ થઇ રહ્યું છે આવું, તો સમજી લો આ છે ધનલાભ પહેલાં મળતાં સંકેતો

Bansari

Video: આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા ખતરનાક શૉટ્સ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!