તમારા ઘરમાં કેવા ફોટા રાખશો ? જાણો આ વાસ્તુ ટિપ્સથી

ઘરની સુંદરતાને વધારવા માટે લોકો ફોટાઓ અને પેઇન્ટિંગ દિવાલ પર લગાવે છે  અને ફોટાઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે.  તેથી વાસ્તુ પ્રમાણે આ ફોટાઓ ઘરની સકારાત્મક અને નકારાત્મક શકિતઓ સાથે જોડાયેલા હોય છે.  તેથી ઘરને સુશોભિત કરવા પહેલાં તે જાણવું જરૂરી છે.

– આવો, જાણીએ ઘરમાં રાખવામાં આવતી મૂર્તિ કે તસ્વીરો અંગે કેટલીક વાસ્તુ ટિપ્સ

* ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો ઉત્તર દિશામાં રાખવો જોઈએ. જેથી નાણાંનો લાભ મળી શકે છે.

* ઘરમાં હસતા બાળકનો ફોટો રાખવાથી મન ખુશ રહે છે. તેથી ફોટાને પૂર્વ અથવા ઉત્તરની દિવાલા પર રાખવો.

* જો તમે કુદરતી દૃશ્યોના ફોટાઓ રાખવા માંગતા હોય તો તેને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવો.

* જો બાળકોનું સુખ ઇચ્છતા હોય તો તેમના રૂમમાં ભગવાન કૃષ્ણનો ફોટો રાખવો જોઇએ.

* બેડરૂમમાં હંસના જોડાની તસ્વીર લગાડો તેનાથી દંપતીમાં પ્રેમ વધશે.

* ખંડેરો, ઉજ્જડ દ્રશ્યો, સૂકા તળાવો, હિંસક યુદ્ધની તસ્વીરો ઘરમાં રાખવી નહીં.

* વાઘ, સિંહ, કાગડો, ઘુવડ, રીંછ, ગરુડ, ગીધ જેવા પ્રાણીઓની તસ્વીરો ઘરમાં ન રાખવા જોઇએ. જેનાથી નકારાત્મક શકિતઓની અસર જોવા મળે છે.

* ઘરમાં દરેક જગ્યાએ ભગવાનની મૂર્તિઓ કે ચિત્ર ના લગાડો.તેનાથી સતત લાભ થવાની જગ્યાએ નુકસાન થાય છે.

* ઘરમાં તૂટેલા ફોટાની કોઈ મૂર્તિ રાખવી નહીં અને જો હોય તો તેને તરત જ ઘરમાંથી નીકાળી દેવી જોઇએ.

* દોડતા ઘોડા કે વહેતા પાણીનો ફોટો ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા અને લક્ષ્ય મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter