GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

IPL 2018 : હંમેશા cool રહેતા ધોનીને કઇ વાતે આવે છે ગુસ્સો, રૈનાએ કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એટલે કે માહી માટે એવુ કહેવામાં આવે છે કે તેમને ક્યારેય ગુસ્સો નથી આવતો. ક્રિકેટના મેદાનમાં ઘણો તણાવ હોવા છતા તેમના ચહેરા પર કોઇપણ પ્રકારની ચિંતાની રેખાઓ જોવા મળતી નથી. વર્તમાનમાં આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી કરી રહેલા ધોનીને લઇને સામાન્યરીતે લોકો સમજી નથી શકતા કે તેમના મગજમાં શુ ચાલી રહ્યું છે. મેદાન પર ધોની હંમેશા કૂલ અંદાજમાં જ જોવા મળે છે.

તાજેતરમાં જ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટી-20 મેચમાં ધોની ક્રિઝ પર હતા અને તેની સામે મનીષ પાંડે હતો. ધોનીને ત્યારે ગુસ્સો આવ્યો હતો જ્યારે મનીષ પાંડેનું ધ્યાન તેમની તરફ ન હતું. તેના પર ધોનીએ ગુસ્સો આવ્યો અને તેમણે જોરથી મનીષ પાંડેને મેચમાં ધ્યાન રાખવા કહ્યું. આ દરમિયાન ધોનના ગુસ્સાને અપવાદ કહેવામાં આવે છે.

આ અંગે સીએસકે તરફથી રમી રહેલ રૈનાએ પણ ખુલાસો કર્યો છે કે ધોનીને કઇ વાત પર ગુસ્સો આવે છે. રૈનાએ જણાવ્યું કે તેમના કેપ્ટન ચેન્નઇના પ્લેઑફમાં પહોંચ્યા પહેલા મેચ દરમિયાન થતી ભૂલોમાં ઘટાડો કરવા ઇચ્છે છે. રૈનાએ જણાવ્યું કે ધોનીનો હેતુ બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઇની ટીમને આઇપીએલનો ખિતાબ જીતાડવાનો છે. રૈનાએ જણાવ્યું કે હું જાણુ છું કે ફિલ્ડ પર મારે શું કરવાનું છે તેમ છતાં હું કેપ્ટનની સલાહ લઉ છું. વિશેષરૂપે બોલીંગની. રૈનાએ વધુમાં જણાવ્યું કે હંમેશા શાંત રહેતા ધોનીને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તેમની ટીમનો બોલર એક જ ભૂલ વારંવાર કરે છે જ્યારે બોલરને દર વખતે પૂછવામાં આવે છે કે તે કઇ યોજના અંતર્ગત બોલીંગ કરશે અને તેને કેવા પ્રકારનું ફિલ્ડ જોઇએ છીએ.

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!