GSTV
Home » News » લગ્નના રંગમાં રંગાયેલીપ્રિયંકા થઇ ટ્રોલનો શિકાર,મધુ ચોપરાએ આવવું પડ્યું મદદે

લગ્નના રંગમાં રંગાયેલીપ્રિયંકા થઇ ટ્રોલનો શિકાર,મધુ ચોપરાએ આવવું પડ્યું મદદે

પ્રિયંકા ચોપરા અને નીક જોનસ ૧-૨ ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે. તે માથામાં સિંદુર, મંગળસૂત્ર અને ચુડા પહેરીને ન્યૂલીમેરીડ લુકમા જોવા મળી રહી છે.

પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુજર્સને એક્ટ્રેસનો આ લુક પસંદ નથી આવી રહ્યો. પ્રિયંકાના સિંદુર, ચુડા અને મંગળસૂત્ર પહેરવા પર સવાલો ઉઠી રહ્યા છે. ટ્રોલર્સ એક્ટ્રેસને નારીવાદ પર કમેન્ટ કરી રહ્યા છે.

આ બધી ટીકાઓનો જવાબ પ્રિયંકાનીમાં મધુ ચોપડાએ આપ્યો હતો. તેમણે દિકરીના “જસ્ટ મેરીડ” લુક પર અભિપ્રાય આપતાલખ્યું છે કે “સિંદુર હવે બંધન સમાન નથી. જુવો પ્રિયંકા તેને દરરોજ સાબિત કરે છે.

જણાવી દઈએ કે, લગ્ન બાદ નીક્યંકાએ દિલ્હીમાં રીસેપ્શન પાર્ટી આપી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. એક રિપોર્ટ અનુસાર, ૨૦ ડિસેમ્બરે કપલ મુંબઈમા બોલીવુડ સેલેબ્સને રીસેપ્સન પાર્ટી આપવાના છે.

“પ્રિયંકા અને નીકે બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલને પાર્ટી માટે ફાઈનલ કરી છે. એક વાર બધી માહિતી ફાઈનલ થઇ જાય તે પછી આમંત્રણ આપવાનું શરૂ કરશે. આ પાર્ટીમાં બોલીવુડ અને કારોબારી જગતના દિગ્ગજોપણ સામેલ થાય તેવી ઉમ્મીદ છે.

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!