GSTV
Home » News » આખરે કયા કારણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની વાત ચીને માની લીધી?

આખરે કયા કારણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની વાત ચીને માની લીધી?

મસૂદ અઝહરને બ્લેક કરવા અને વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઈને ચીનના રાજી થવાને લઈને સૌના મનમાં સવાલ ઉઠતો હતો કે આખરે આમ કઈ રીતે થઈ ગયું? જે ચીન પાછલા દસ વર્ષોથી આ કામમાં અડચણ રૂપ બની રહ્યું હતું તે આખરે આ વાત માટે માની કેમનું ગયું? પરંતુ પાછલા અમુક સપ્તાહમાં જે ઘટનાઓ ઘટી તેના પર નજર કરીએ તો તેને સમજવું થોડું સરળ બની જશે.

આ વર્ષે 13 માર્ચમાં અમેરિકા, યુકે અને ફ્રાંસ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ધોષિત કરવાનો પ્રસ્તાવ લેઈને આવ્યા હતા જેનો ચીને વિરોધ કર્યો હતો. જોકે ભારત જૈસ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરના વિરૂદ્ધ સતત પુરાવા આપી રહ્યુ હતું અને ત્રણે દેશ આ વાત માટે ચીન પર સતત દબાવ કરી રહ્યા હતા.

china-pak

ગઈ વખતે ચીન દ્વારા રોક લગાવ્યા બાદ તેની પાસે આ મામલામાં નિર્ણય કરવા માટે 6 મહિનાનો સમય હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે અમેરિકા આટલી રાહ જોવાના મુડમાં નથી. અમેરિકાએ આ સંદેશ આપી દીધો હતો કે તે ફરીથી યુકે અને ફ્રાંસની સાથે મળીને સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લઈને આવશે. સૂત્રોનું કહેવું છે કે આ દબાવના કારણે ચીન, મસુદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા માટે તૈયાર થયું.

અગાઉ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સામે ચીન અનેક વખત વાંધો ઉઠાવી ચૂક્યું છે. મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોનું સમર્થન મળ્યું હતું પણ ચીનના વીટોના કારણે આ પ્રસ્તાવ પસાર નહોતો થઈ શક્યો.

આતંકી મસૂદ અઝહર પર પ્રતિબંધના મુદ્દે પાડોશી દેશ ચીન વારંવાર ભારતના પ્રયાસોમાં અડચણ ઊભી કરી રહ્યું હતું. હકીકતમાં, તે પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાનને આ મામલે કવર કરી રહ્યું હતું. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેવામાં ચીનનું આ વલણ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.

અત્યાર સુધી મસૂદ અઝહરના મુદ્દે વીટો પાવર વાપરીને ચીન પાકિસ્તાનને છાવરી રહ્યું હતુ. જેનું પહેલું કારણ ચીનનો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે જે ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોરના નામથી જાણીતો છે. આ પ્રોજેક્ટમાં ચીને આશરે 60 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. ચીનને આશા છે કે આ રોકાણ હજી વધી શકે છે. સાથે જ જો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખરાબ થઈ તો ચીન માટે આ એક મોટા બંદરનો રસ્તો ખોલશે.

બીજું મોટું કારણ ઉઇગર મુસ્લિમો ચીન પર આરોપ છે કે તે ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર ગુજારે છે. જેથી ચીનને ડર હતો કે જો તે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સમાવેશ કરવાનું સમર્થન કરશે તો  પાકિસ્તાનના આતંકવાદી જૂથો ચીનના મુસ્લિમ વિસ્તારોમાં આતંકવાદીને પ્રોત્સાહન આપી શકે છે. હકીકતમાં અત્યાર સુધી ચીનની જૈશ-એ-મોહમ્મદ સાથેની મૌન સંમતિ હતી કે કે તમે અમારા મામલામાં ચૂપ રહો અને અમે તમારા મામલામાં ચૂપ રહીશું. પરંતપંરપરંતુ વૈશ્વિક દબાણ સામે આખરે ચીનને ઝુંકવું પડ્યું.

Read Also

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!