GSTV
Gujarat Government Advertisement

શું છે Wi-Fi કોલિંગ? આઈફોન અને એન્ડ્રોયડ પર કેવી રીતે કરશો એક્ટિવેટ, સ્ટેપ બાય સ્ટેપ જાણો બધું…

Last Updated on December 21, 2020 by Ankita Trada

વર્તમાન સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના કોલિંગ ફીચર આવી ગયા છે. વીડિયો કોલ, ઓડિયો કોલ, એપની મદદથી કોલિંગ આ બધાનો વપરાશ તમે પોતાના સ્માર્ટફોનમાં કરી શકે છે, પરંતુ વધુ એક લેટેસ્ટ ફીચરની જો વાત કરીએ તો ટેલિકોમ ઓપરેટર્સ પોતાના યૂઝર્સને આજ-કલ Wi-Fi કોલિંગની પણ સુવિધા આપી રહ્યા છે. તેને અમે વાયરલેસ ઈન્ટરનેટ કનેક્શનના નામથી ઓળખો છો. જેનો મતલબ તમે દરેક ડિવાઈસમાં કરી શકો છો.

ફોનમાં એક્ટિવેટ કરી શકો છો

Wi-Fi કોલિંગ એક એવુ ફીચર છે, જેનો વપરાશ તમે નેટવર્ક વગર પણ કરી શકો છો. આ ફીચર તમને એન્ડ્રોયડ અને iOS બંને ડિવાઈસ પર ઉપલબ્ધ છે. આ ફીચર ત્યારે જ કામ કરે છે, જ્યારે તમારા ફોનના સિમ કાર્ડનું નેટવર્ક ઝીરો થઈ ગયુ છે અને તો પણ તમે કોઈને કોલ કરવા માગો છો તો એ શક્યા છે. તો ચાલો જાણીએ કે, સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે આ ફીચરને પોતાના ફોનમાં એક્ટિવેટ કરી શકો છો.

આઈફોન પર કેવી રીતે કરશો Wi-Fi કોલિંગનો વપરાશ?

તે માટે તમારે સૌ પ્રથમ સેટિંગમાં જવુ પડશે અને ફરી ચેક Wi-Fi કોલિંગ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે દરેક ડિવાઈસ માટે Wi-Fi કોલિંગને ચાલુ કરવાનું હશે. તમે પણ પોતાની છેલ્લી સ્ક્રીન પર જઈને અધર ડિવાઈસ ક્લિક કરી શકો છો. ત્યારબાદ તમારે બસ બીજા ફોન માટે આ ફીચરને ઓનલ કરવાનું રહેશે.

એન્ડ્રોયડ ફોન પર કેવી રીતે કરશો આ ફીચરનો વપરાશ?

એન્ડ્રોયડ ફોન પર તેનો વપરાશ કરવા માટે તમારે પહેલા સેટિંગ નેટવર્ક અને ઈન્ટરનેટને ચેક કરવાનું રહેશે અને ફરી Wi-Fi કોલિંગ. તમે તમારા ટેલિકોમ ઓપરેટર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનને ફોલો કરવાનું રહેશે. ત્યારબાદ તમે પોતાના સ્માર્ટફોન પર Wi-Fi કોલિંગને એક્ટિવેટ કરી શકો છો.

Airtel, Jio, Vi અને BSNL પર કેવી રીતે કરશો એક્ટિવેટ?

જણાવી દઈએ કે, Airtel, Jio, Vodafone અને Idea યૂઝર્સને અહીંયા આ સર્વિસનો વપરાશ કરવા માટે પૈસા આપવાની જરૂરિયાત નથી. તો તમારે પોતાના ડિવાઈસ પર કોઈ એપ પણ ઈંસ્ટોલ કરવાની નથી. બીજી રીતે BSNL યૂઝર્સને વિંગ્સ એપ ડાઉનલોડ કરવાની રહેશે. તો આ સર્વિસ માટે તમારે 1099 રૂપિયાનું રજિસ્ટ્રેશન ફી પણ આપવાની રહેશે.


READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!