GSTV
Home » News » મોદીને મળ્યું આજે યુએઈનું સૌથી મોટુ સન્માન, જાણો કયા કયા નેતાઓ રહ્યા છે નસીબદાર

મોદીને મળ્યું આજે યુએઈનું સૌથી મોટુ સન્માન, જાણો કયા કયા નેતાઓ રહ્યા છે નસીબદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત અને સંયુક્ત અરબ અમિરાત(યુએઇ) વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે અને પ્રોત્સાહન આપવા માટેનાં તેમનાં પ્રયાસોને ધ્યાને રાખીને તેમને યુએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર ઓફ ઝાયેદ” એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પહેલા વિશ્વનાં અનેક નેતાઓ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. જેમાં રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, લંડનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય અનો ચીનનાં રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયે પીએમ મોદીની યુએઇ મુલાકાત પહેલા આપેલા એક નિવેદનમાં જણાંવ્યું હતું કે, આ પુરસ્કારનું નામકરમ યુએઇનાં સંસ્થાપક શેખ ઝાયેદ બિન સુલ્તાન અલ નાહ્યાનનાં નામ પર કરાયું છે. તેનું વિશેષ મહત્વ શેખ ઝાયેદની જન્મ શતાબ્દી વર્ષમાં પ્રધાનમંત્રી મોદીને આ સન્માન આપવામાં આવશે.

ભારત અને યુએઇ વચ્ચેનાં ઉષ્માભર્યા, અત્યંત નજીકનાં અને બહુઆયામી સંબંધો રહ્યા છે. જે સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક સ્વરૂપે જોડાયેલા છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015નાં ઓગષ્ટ મહિનાની પોતાની યુએઇ યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચેનાં વેપાર ભાગીદારીને પણ આગળ વધારી હતી.

યુએઇએ એપ્રિલ માસમાં મોદીને દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરીત કરી હતી. અબુધાબીનાં વલીઅહદ શાહઝાદા મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને એપ્રિલ માસમાં એક ટ્વિટ કરીને જણાંવ્યું હતું કે, ભારત સાથેનાં અમારા ઐતિહાસિક અને વેપારી સંબંધો રહ્યા છે. જેમાં મારા અભિન્ન મિત્ર પીએમ મોદીએ અહમ ભૂમિકા નિભાવી છે. તેમણે આ સંબંધોમાં પ્રગાઢતા લાવવાનું કામ કર્યુ છે.

અંદાજીત 60 અરબ અમેરિકી ડોલરનાં વાર્ષિક દ્વિપક્ષીય કારોબાર સાથે યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું વ્યાપારી સહયોગ રાષ્ટ્ર રહ્યું છે. આ ભારત માટે તેલ નિકાસ કરવા વાળું ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે. વિદેશ મંત્રાલયે જણાંવ્યું કે, પીએમ મોદીની આ યાત્રાથી દ્વિપક્ષીય મૈત્રી સંબંધોને વધારે મજબૂતી મળશે. તેમણે જણાંવ્યું કે, યુએઇમાં ભારતીય સમુદાયનાં 33 લાખ લોકો રહે છે. જેનાં કારણે બન્ને મિત્ર દેશોનાં લોકો વચ્ચે સંપર્ક પોષિત થયો છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

ફાઈટર જેટમાં થાઈલેન્ડની રાણીનો જલવો, રાજમહેલની વેબસાઈટ થઈ ક્રેશ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!