સૌની યોજનાની વાત કરીએ તો આજદિન સુધી માત્ર 19 ડેમોમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી અપાયુ છે. જ્યારે સમાવેશ કરાયેલા 42 જળાશયોમાં પાણી ભરવા માટેની કામગીરી શરૂ કરાઇ નથી.
સૌની યોજનાના પ્રોજકેટની કિંમત 10 હજાર 891 કરોડ અંદાજેલી હતી. જોકે, બે ફેઝના ટેન્ડર્સમાં 13 હજાર 234 કરોડથી વધુ ખર્ચ કરી દેવાયો છે. સૌની યોજના અંતર્ગત 115 જળાશયમાં પાણી ભરવાનું હતું. આમ છતા 30 જૂન સુધીમાં માત્ર 19 ડેમમાં જ પાણી ભરાયા છે. જેમાં 9638 એમસીએફટી પાણી ભરાયુ છે.જ્યારે સિંચાઇના પાણી માટે 2931 એમસીએફટી પાણી આપવામાં આવ્યુ છે.