આ વળી કેવો વિકાસ!!! એક બાજુ વૃક્ષારોપણ અને બીજી બાજુ PMનાં હેલિપેડ માટે 1000 વૃક્ષ કપાવી નાખ્યાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાલાંગીર જીલ્લાની સુનિશ્ચિત મુલાકાતના બે દિવસ પહેલાં રવિવારે અસ્થાયી હેલિપેડ તૈયાર કરવા માટે વૃક્ષો કાપવાને લીધે એક વિવાદ ઊભો થયો હતો. બાલાંગીર ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર (ડીએફઓ) સમીર સત્પથીએ જણાવ્યું હતું કે પૂર્વ પરવાનગી લીધા વિના કામચલાઉ હેલિપૅડ તૈયાર કરવા માટે રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ નજીક જિલ્લામાં ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ સંદર્ભે, તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

તે જ સમયે, યુનિયન પેટ્રોલિયમ પ્રધાન અને વરિષ્ઠ ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે જે લોકો વડા પ્રધાનની મુલાકાતથી ડરે છે તેઓ ખોટી ઝુંબેશ ચલાવે છે અને જંગલ અધિકારીઓનો દુરુપયોગ કરે છે. નોંધપાત્ર રીતે ધર્મેન્દ્ર પ્રધાનનો સંબંધ ઓડિશાથી છે પરંતુ હાલમાં તે મધ્યપ્રદેશમાં રાજ્યસભાના સાંસદ છે.

એવો દાવો કરાયો છે કે પશ્ચિમ ઓડિશા શહેર બાલાંગીરમાં 1,000 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ વૃક્ષો 2016માં શહેરી વાવેતર કાર્યક્રમ હેઠળ 2.25 હેકટર જમીનમાં વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોને 1.25 હેકટર હેલીપૅડ બનાવવા માટે કાપવામાં આવ્યા છે. નિયમો અનુસાર આ વૃક્ષોને કાપતા પહેલાં રેલવે પાસેથી પરવાનગી લેવાની જરૂર પડે છે. પરંતુ કોઈ અહીં પરવાનગી લેવા નથી આવ્યું. તેથી વિવાદનું વાતાવરણ બની ગયું છે. આ કિસ્સામાં રેલવે કહે છે કે વડા પ્રધાનની સલામતીના દૃષ્ટિકોણથી તાત્કાલિક વૃક્ષો કાપવાની જરૂર પડી હતી માટે કાપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં 15 જાન્યુઆરીના રોજ બાલાંગીરની મુલાકાત લેશે. 16 જાન્યુઆરીના રોજ બાલાંગીર જવાનું હતું પણ તારીખ બદલીને 15 કરવામાં આવી છે. બાલાંગીરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી ભાજપના ‘સ્વાભિમાન સમાવેશ’રેલીને સંબોધશે. તે જ સમયે વડાપ્રધાન મોદી ખુર્દા-બાલાંગીર રેલવે લાઇનને લીલી ઝંડી આપવાનાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter