GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

PM મોદી જે SCO બેઠકમાં ભાગ લેવા ગયા, તે શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ એટલે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકોમાં એસસીઓ શું છે તેને જાણવાની ભારે જિજ્ઞાસા છે. આ સંગઠનની રચના ક્યારે કરવામાં આવી? તેનો ઉદ્દેશ્ય શું છે? આવો જાણીએ.

SCOનો ઉદભવ અને ઉદ્દેશ

એપ્રિલ 1996માં શાંઘાઈમાં યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન એકબીજાના વંશીય અને ધાર્મિક તણાવને ઘટાડવા માટે સહયોગ કરવા માટે રાજી થયા. ત્યારે આ સંગઠનને શાંઘાઈ-ફાઇવના નામે ઓળખવામાં આવતું હતું. હકીકતમાં તો એસસીઓનો(SCO) જન્મ 15 જૂન, 2001ના રોજ થયો હતો. ત્યારે ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયાનાં દેશો કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓએ શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠનનો ઉદ્દેશ્ય વંશીય અને ધાર્મિક ઉગ્રવાદનો નિવેડો લાવવો અને વ્યાપાર-રોકાણને વધારવાનો હતો. આમ તો એસસીઓ અમેરિકાના પ્રભુત્વવાળા નાટો સંગઠન સામે રશિયા અને ચીનનો જવાબ હતો પરંતુ રચના પછી તેનો ઉદ્દેશ્ય બદલાયો.

મધ્ય એશિયાનાં દેશો માટે ઘડાયું સંગઠન

1996માં જ્યારે શાંઘાઈ ઇનિશિએટિવ તરીકે આની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનો હેતુ રશિયા અને ચીનની સરહદે આવેલા મધ્ય એશિયાના નવા આઝાદ થયેલા દેશના સરહદી તણાવને ઘટાડવાનો હતો. આ સાથે જ ધીરે-ધીરે આ સરહદોને સુધારી અને યોગ્ય સરહદો નક્કી કરવામાં આવે તે હતો. આ ઉદ્દેશ્યને માત્ર ત્રણ વર્ષમાં જ પૂર્ણ કરવામાં આવ્યો. તે કારણે જ એસસીઓને ઘણું પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે.

દરેક વખતે ‘આતંકવાદ’ પર જ ચર્ચા

પોતાનાં ઉદ્દેશ્યને પૂર્ણ કર્યા પછી ઉઝબેકિસ્તાનને સંગઠનમાં જોડવામાં આવ્યું અને 2001થી એક નવી સંસ્થાની જેમ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી. વર્ષ 2001માં નવા સંગઠનના ઉદ્દેશ્ય બદલાઈ ગયા. હવે તેનો મુખ્ય હેતુ ઊર્જાની ખોટ સાથે જોડાયેલા મુદ્દા ઉપર ધ્યાન આપવાનો અને આતંકવાદની સામે લડવાનો બની ગયો છે. આ બંને મુદ્દાઓ આજ સુધી યથાવત છે. અને દરેક શિખર મંત્રણામાં સતત આની પર ચર્ચા થતી રહે છે.

READ ALSO

Related posts

VIDEO: કોરોનાના કહેર વચ્ચે માસ્ક પહેરવુ હાલ કેટલુ જરૂરી છે, તે આ વાનર પાસેથી જ શિખી લ્યો !

Pravin Makwana

હત્યારા વિકાસ દૂબેનું કબુલનામું: આ રીતે એક પછી એક પોલીસને માર્યા, મૃતદેહોનો ખડકલો કરી તેની સાથે….

Pravin Makwana

CTET Exam 2020: પરીક્ષાઓને લઈ આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે CTETની પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!