GSTV
Home » News » 70 વર્ષની ઉંમર ધરાવતા આ બે ખમતીધર ખેડૂતોના સ્વાસ્થ્યનું રહસ્ય શું છે ? આખી ઝિંદગી વિતાવી છે ખેતરમાં

70 વર્ષની ઉંમર ધરાવતા આ બે ખમતીધર ખેડૂતોના સ્વાસ્થ્યનું રહસ્ય શું છે ? આખી ઝિંદગી વિતાવી છે ખેતરમાં

અમરેલી જિલ્લાના બે એવા વૃદ્ધ ખેડૂતો કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતરમાં રહી ખેતી કરીને જ વિતાવી રહ્યા છે. રહેવું, જમવું અને સુવાનું પણ ખેતરમાં જ કોઈ પ્રસંગ સિવાય ખેતરમાંથી બહાર પણ ન નીકળવું તેવું તેમણે નક્કી કરી રાખ્યું છે. આ ખેડૂતોની ઉમર 70 વર્ષ ઉપર પરંતુ ખેતીનો જુસ્સુ યુવાનોને પણ શરમાવે તેઓ. ત્યારે આ વૃદ્ધ ખેડૂત યુવાનોને એક સંદેશો આપી રહ્યા છે.

કામ અને ઉંમરને કંઈ લાગતું વળગતું નથી. ખેતી માટે તો કહેવાય છે કે ખેતી સદા સુખ દેતી. અને આ મંત્રને જ સાકાર કર્યો છે ટીવી સ્ક્રિન પર દેખાતા આ બે ખમતીધર ખેડૂતોએ. તેમના ચહેરાને જોઈ એક રીતે તો લાગે કે આ તો નિવૃતિની ઉંમર છે. પણ નિવૃતિમાં પણ પ્રવૃતિ કરી બતાવે તેને જ તો ધરતીપુત્ર કહેવાય.

અમરેલી જિલ્લાના મૂળિયાપાટ ગામના ખેડૂત બંધુ અમરશીભાઇ જેઓની ઉમર 78 વર્ષ છે. તો તેમની સાથે છે દેવરાજભાઇ જેમની ઉમર 75 વર્ષ છે. આ બંને ભાઈઓ છેલ્લા 60 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના 25 વીઘાના ખેતરમાં બાગાયતી ખેતી. શાકભાજી, રવિ પાક, ખરીફ પાક અને ઉનાળુ પાક એમ સીઝન વાઈઝ પાક લઈને દર વર્ષે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.

આ બંને ખેડૂતોનો ખેતી સાથે પૂરો લગાવ છે. અને “ખેતીથી જ આપણું કલ્યાણ” ના સૂત્ર સાથે પોતાનું જીવન તેમણે ખેતીમય બનાવ્યું છે. બંને ગાયકવાડી ખેડૂતોની ઉમર 70ને પાર પહોંચી હોવા છતાં પણ ખેતી કરવા કટિબદ્ધ છે. આ ખેડૂત યુવાનોને પણ ખેતી કરવા એક સંદેશ આપી રહ્યા છે.

અમરશીભાઈ અને દેવજીભાઈનો ખેતી પ્રત્યે એટલો લગાવ અને એટલો જુસ્સો છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓનું રહેવું, જમવું અને ઉંઘવું પણ ખેતરમાં જ થાય છે. તેઓને તેમના ઘરેથી ત્રણેય ટાઈમનું ભોજન ખેતરે જ પહોંચાડવામાં આવે છે. કોઈ પ્રસંગ હોય કે પછી કામ હોય ત્યાંરે જ તેઓ ઘરે આવે છે. બાકીનો સમય ખેતીમાં જ લીન રહે છે.

આ બંને વૃદ્ધ ખેડૂતોનું માનવું છે કે ખેતરમાં રહેવાથી ઉંમર વધે છે. અને બિમારી પણ આવતી નથી. હાલ તો આ બંન્ને ખેડૂતો ખેતીમાં એટલા મશગુલ થયા કે તેમને ગામમાં જવાનું મન પણ થતું નથી. ત્યારે તેમના પુત્રએ શું કહ્યું તમે પોતે જ સાંભળી લો. આ ખેડૂતો ઓર્ગેનિક રીતે ખેતી કરી શેરડીનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. આ ઉપરાંત ખેતરમાં 4 થી 5 જેટલી ભેંસો રાખી પશુપાલન કરી દૂધના ઉત્પાદન થકી સારી એવી આવક મેળવી રહ્યા છે. જેથી ખેતી અને પશુપાલન આમ બંન્ને ક્ષેત્રે ખેડૂતોએ કાઠુ કાઢ્યું છે. આ બંન્ને ખેડૂતો યુવાનોને એ જ સંદેશો આપી રહ્યા છે કે. આજના યુવાનો ખેતીથી ભાગવાને બદલે ઉદ્યોગ ધંધાની સાથે-સાથે થોડું ધ્યાન ખેતીમાં પણ આપે તો આવકનો સ્ત્રોત વધી શકે છે.

READ ALSO

Related posts

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

Kaushik Bavishi

નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

Nilesh Jethva

મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!