GSTV
India News Punjab Results Trending

પંજાબમાં આપની પ્રચંડ જીત પાછળ શું છે રહસ્ય? કેજરીવાલને રાષ્ટ્રીય સ્તરે મળી નવી ઓળખ

કેજરીવાલ

પંજાબમાં આપની મોટી જીત માટે કેજરીવાલનું ગુડ ગવર્નન્સ મોડલ કામમાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. એટલે કે કેજરીવાલના દિલ્હી મોડલનું પંજાબમાં સ્વાગત થયું છે. પંજાબમાં આપની જીત માટે કેટલાક મુદ્દાઓ મહત્વના સાબિત થયા છે.

કેજરીવાલ

પંજાબમાં આમ આદમી પાર્ટીએ સૌ પહેલા રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. જેથી પંજાબની જનતાએ આપ પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. કેજરીવાલે પંજાબના લોકો સૌથી વધારે વિદેશમાં જતા હોવાની વાત ચૂંટણીમાં વારંવાર કરી અને કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમ્યાન જણાવ્યુ હતુ કે, પંજાબમાં અમારી સરકાર બનશે તો અમે એવું કરીશું કે વિદેશમાં સ્થાયી થયેલા યુવાનો પંજાબ પાછા આવશે. કેજરીવાલે ચૂંટણીમાં નશાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પંજાબમાં અગાઉની સરકારેનશા પર અંકુશ લગાવવાની માત્ર જાહેરાત કરી અને કેજરીવાલે પંજાબને નશા મુક્ત કરવાની વાત કરી. આ ઉપરાંત કેજરીવાલે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત કરવાની પણ જાહેરાત કરી હતી.

પંજાબમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. જેને મુદ્દો બનાવી કેજરીવાલે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે પંજાબની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા. તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન પંજાબના લોકોને સારી સારવારની ખાતરી આપી. અને પંજાબમાં દિલ્હીની જેમ 16 હજાર મોહલ્લા ક્લિનિક્સ બનાવવાની જાહેરાત કરી. આ ઉપરાંત કેજરીવાલે દિલ્હીની જેમ પંજાબમાં 24 કલાક અને મફત વીજળી આપવાની વાત કરી. કેજરીવાલે ચૂંટણીમાં પંજાબની મહિલાઓને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી. તેમણે 18 વર્ષથી વધુ વયની દરેક મહિલાઓના ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. જેથી મહિલા મતદારોએ આપને મત આપ્યા છે.

કેજરીવાલ

પંજાબમાં આપનું રંગલા પંજાબ મોડલ કામ લાગ્યુ છે. આપે જાહેરાત કરી હતી કે, અમારી સરકાર આવશે તો પંજાબમાં આપનું શાસન રંગલા પંજાબ મોડલ પર આધારિત હશે. આ મોડલની અંદર મનમૂકીને મસ્તી, ડાન્સ અને મુસકાન હશે. પંજાબમાં ભાંગડા, ગિદ્દા અને કુશ્તી પણ હશે. આપ દ્વારા પંજાબમાં જે વાયદા કરવામાં આવ્યા તેની ઉપર જનતાની વિશ્વાસ મુક્યો અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જડમુળમાંથી ઉખાડી ફેંકી છે.

MUST READ:

Related posts

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk
GSTV