GSTV
Home » News » ધોનીની માફક તમે પણ જઈ શકો છો ટેરિટોરિયલ આર્મીમાં, ભરતી માટે જરૂરી છે આટલી વસ્તુ

ધોનીની માફક તમે પણ જઈ શકો છો ટેરિટોરિયલ આર્મીમાં, ભરતી માટે જરૂરી છે આટલી વસ્તુ

વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 3 વનડે, 3 ટી ટ્વેન્ટી અને 2 ટેસ્ટમેચ રમશે. પણ મહેન્દ્ર સિંહ ધોની સાથે નહીં હોય. તેની જગ્યાએ વિકેટ કિપીંગ માટે રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શા માટે ધોની નથી ?

જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હશે ત્યારે મહેન્દ્રસિંહ ધોની બે મહિનાની કાશ્મીરમાં ટ્રેનિંગ લેશે. ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મી સાથે બે મહિનાની ટ્રેનિંગ લેવાની પરવાનગી મળી છે. તેમને આ પરવાનગી આર્મી ચીફ બિપીન રાવતે આપી છે. ધોની હવે ટેરિટોરિયલ આર્મીમાં બે મહિના પેરાશૂટ રેઝિમેન્ટમાં ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થવાની છે. જો કે ધોનીને કોઈ પણ ઓપરેશનનો હિસ્સો નહીં બનાવવામાં આવે. મહેન્દ્રસિંહ ધોનીએ આ વિશે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ખુદને દૂર રાખ્યો અને 2 મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય કર્યો. ધોનીએ બીસીસીઆઈને પણ પોતાના આ નિર્ણય માટે જણાવી દીધું છે. સાથે જ પોતે ટેરિટોરિયલ આર્મીમાં બે મહિનાની પેરાશૂટ ટ્રેનિંગ લઈ રહ્યો છે તે પણ કહ્યું છે.

શું છે ટેરિટોરિયલ આર્મી ?

પ્રાદેશિક સેના એટલે કે ટેરિટોરિયલ આર્મી જેને અંગ્રેજીમાં Territorial Army/TA કહેવામાં આવે છે તે ભારતીય સેનાનો જ એક ભાગ છે. સામાન્ય શ્રમિકથી લઈને સિવિલ સર્વેન્ટ સુધી ભારતના તમામ 18થી 42 વર્ષ સુધીના નાગરિકો જે શરીરથી સમર્થ હોય તે આ ભરતીમાં જોડાઈ શકે છે. જે ભારતની રક્ષાપંક્તિની સેકન્ડ લાઈન છે. યુદ્ધ સમયે ફ્રન્ટ લાઈનની તૈનાતી માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ટેરિટોરિયલ આર્મીના સૈનિકોને દરેક વર્ષ કેટલાક દિવસો સુધી પ્રશિક્ષણ દેવામાં આવે છે. જેથી જરૂરત પડવા પર દેશની રક્ષા માટે તેની મદદ લઈ શકાય.

ક્યારે થઈ સ્થાપના ?

ભારતીય સંવિધાન સભા દ્રારા સપ્ટેમ્બર 1948માં પ્રાદેશિક સેના અધિનિયમ 1948 અનુસાર ભારતમાં ઓક્ટોબર 1949માં ટેરિટોરિયલ આર્મીની સ્થાપના કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય સંકટકાળમાં આંતરિક સુરક્ષા માટે મદદ કરવી અને જરૂર પડે ત્યારે સેનાને સપોર્ટ આવવાનું હોય છે. આ સાથે પાર્ટ ટાઈમ જ ભલે પણ નવ યુવાનોને દેશની સેવા કરવા માટેનો અવસર મળે છે.

કોણ જોડાઈ શકે ?

ટેરિટોરિયલ આર્મી માટે માત્ર ભારતીય નાગરિક જ એપ્લાઈ કરી શકે છે. જે ભારતના સામાન્ય નાગરિકો માટે અને સેનામાં જવાનો શોખ ધરાવતા લોકો માટે છે. ટેરિટોરિયલ આર્મીમાં જોડાવા માટે કોઈ પણ વ્યક્તિએ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશન કોઈ પણ ફિલ્ડમાં કરેલું હોય ચાલશે. રાજસ્થાનના ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલટે વર્ષ 2012માં ટેરિટોરિયલ આર્મીના લેફ્ટિનેંટ બન્યા હતા. એવું કરનારા તે પહેલા મંત્રી હતા. ટેરિટોરિયલ આર્મીમાં સમાવેશ થનારા સૈનિકોને થોડા સમય માટે કડક પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેથી તેઓ સૈનિકની સમકક્ષ બની શકે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!