GSTV

કામની વાત / EPFO પોર્ટલ પર ઓનલાઇન કરી શકો છો PF ટ્રાન્સફર, જાણો શું છે સમગ્ર પ્રક્રિયા

Last Updated on October 20, 2021 by GSTV Web Desk

શું તમે તાજેતરમાં જ નોકરી બદલી છે? છેલ્લી વખતે નોકરી બદલવા પર તમે પ્રોવિડન્ટ ફંડ (PF)ને નવા પીએફમાં ટ્રાન્સફર કર્યું હતું. તમે પણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો, તો પીએફને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી શકો છો. નોકરી બદલવા પર તમારે જૂનુ પીએફ અકાઉન્ટના રૂપિયા નવી કંપનીના ઈપીએફ ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે, જેથી તમે પીએફની કુલ રકમ પર વધુ વ્યાજ મેળવી શકો. પીએફ અકાઉન્ટને કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય છે, તેના વિશે જાણીએ…

epfo

ઘરે બેઠા ઓનલાઇન કરી શકો ચો પીએફના રૂપિયા ટ્રાન્સફર

  • – સૌથી પેલા EPFOની વેબસાઇટ પર UAN નંબર અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કરો
  • – EPFOની વેબસાઇટ પર ઓનલાઇન સર્વિસિઝમાં જાવ અને એક સભ્ય એક EPF ખાતાની પસંદગી કરો
  • – અહીં ફરીથી UAN નંબર નાંખો અથવા જૂની EPF આઈડી નાંખો. તેના દ્વારા તમારા અકાઉન્ટની બધી જાણકારી મળી જશે.
  • – અહીં ટ્રાન્સફર ચકાસવા માટે તમારી જૂની અથવા નવી કંપનીની પસંદગી કરો
  • – હવે જૂના અકાઉન્ટને સિલેક્ટ કરો અને OTP જનરેટ કરો
  • – OTP દાખલ કરવાની સાથે રૂપિયા ટ્રાન્સફરના ઓપ્શન શરૂ થઈ જશે.
  • – તમે સ્ટેટસને ટ્રેક ક્લેમ સ્ટેટસ મેન્યુમાં ઓનલાઇન જોઇ શકશો
epfo

નવી કંપનીમાં દસ્તાવેજ જમા કરવાના રહેશે

ઓનલાઇન અરજી જમા કર્યાના 10 દિવસની અંદર કંપની અથવા સંસ્થાને PDF ફાઇલમાં ઓનલાઇન પીએફ ટ્રાન્સફર અરજીની સેલ્ફ અટેસ્ટેડની કોપી જમા કરવાની રહેશે. તેના પછી કંપની તેને મંજૂરી આપશે. મંજૂરી મળ્યા પછી PFને વર્તમાન કંપની સાથે નવી PF અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read Also

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!