GSTV

મુંદ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટથી માછીમારોને શું છે મુશ્કેલી

Last Updated on July 24, 2018 by

મુંદ્રા પોર્ટ એને SEZ  દ્વારા વર્ષ 2005માં  હવાઈપટ્ટી વિકસાવવામાં આવી છે. 15 ડિસેમ્બર 2010ના રોજ મિનિસ્ટર ઓફ ઈન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જોઈન્ટ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં મુંદ્રા પોર્ટ-ઝોને EIA નોટીફીકેશન-૨૦૦૬ પ્રમાણે પર્યાવરણીય મંજૂરી મેળવી નથી. સાઈટ વિઝીટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ સુનીતા નારાયણ કમિટી દ્વારા ભલામણ કરાઈ હતી કે જ્યાં સુધી આ વિસ્તારનું કયુમીલીટીવ અસરોનો અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી નવી પરિયોજનાને મંજૂરી ન આપવામાં આવે અને મુંદ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ પરિયોજના સિવાય પણ ઘણી યોજનાઓ આવતી હોવાથી આ પરિયોજનાને જયાં સુધી આવો અભ્યાસ ન થાય ત્યાં સુધી પર્યાવરણીય સહમતિ ન આપવામાં આવે. જો લોકસુનાવણીમાં ન્યાય નહીં મળે તો અરજદાર હાઈકોર્ટમાં જવા તૈયાર છે.

મુંદ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમીક ઝોન દ્વારા ૨૦૦૭માં હવાઈ પટ્ટી વિકસાવવામાં આવી છે. ત્યારથી લુણી અને શેખડીયા ગામના પગડીયા માછીમારોના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી માછીમારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેના પગલે માછીમારોના રસ્તાનું સમાધાન થયું. જેમાં હવાઈપટ્ટીની દીવાલની બાજુમાંથી નવો રસ્તો બનાવી આપ્યો હતો. પરંતુ હાલમાં જે નવું એરપોર્ટ આવી રહ્યું છે જે એરપોર્ટની પૂર્વ અને પશ્વિમ બાજુએ વિસ્તરણ થવાના કારણે સ્થાનિક પગડીયા માછીમારોના આજીવીકાનો પ્રશ્ર ઉભો થશે.

મેસર્સ મુંદ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ જે વિસ્તારમાં આવી રહ્યું છે તે CRZ નોટીફીકેશન-૧૯૯૧ અને ૨૦૧૧ પ્રમાણે CRZ વિસ્તારમાં આવતું હોવાથી હાલમાં ચાલતા હવાઈપટ્ટીનું કલીયરન્સ મેળવ્યું નથી. તેમજ આ પ્રોજેકટ CRZ વિસ્તારમાં આવે છે તેવું પણ આ પ્રોજેકટ રીપોર્ટમાં કયાંય બતાવ્યું નથી. જેથી, પ્રોજેકટ પ્રમોન્ટ દ્વારા ખોટી માહીતી રજૂ કરીને આ પ્રોજેકટનું કલીયરન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મુંદ્રાના દરિયા કિનારાના વિસ્તારમાં દક્ષિણ દિશાએ માઈગ્રેટરી પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન ઈંડા મુકવા આવે છે. પરંતુ આ પરિયોજનાના કારણે લાખો પક્ષીઓના રહેઠાણ અને આવાગમન પર ગંભીર અસર પહોંચશે. આ પરિયોજનાની દક્ષિણ દિશાએ પઠાપીર અને જમીયલશા પીરની દરગાહ હોવાથી અહીં શ્રધ્ધાળુઓ જઈ શકશે નહીં.

આમ, મુંદ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમીક ઝોન દ્વારા ૨૦૦૭થી અત્યાર સુધી પર્યાવરણીય સહમતિના ઉલ્લંઘન થતા ફરિયાદો ઉભી થઈ હતી. પરિણામે કોર્ટ દ્વારા પણ વારંવાર આ કંપનીને ટકોર કરવામાં આવતી રહી છે. આ પ્રકારના નીતિ નિયમોનો ભંગ થતો હોવાથી પરિયોજનાને પર્યાવરણીય મંજૂરી આપવામાં ન આવે તેવી માંગ અન્યાય નિવારણ નિર્મુલન સેવા સમિતિના પ્રમુખ વિનય રેલોન દ્વારા કરવામાં આવી છે.

Related posts

કોંગ્રેસ કાર્યકર હર્ષિત જાની પર ફાયરિંગ મામલે પોલીસ એક્શનમાં, ભાગેડુ આરોપી નહીં ઝડપાય તો થશે આ મોટી કાર્યવાહી

Dhruv Brahmbhatt

અમદાવાદના રસ્તા પર દોડશે વધુ ઇલેક્ટ્રિક BRTS બસો, અંદાજિત 711 કરોડના વિકાસકામોનું CMના હસ્તે લોકાર્પણ

Dhruv Brahmbhatt

ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ છેક જામનગર સુધી, કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ હોમ આઇસોલેટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!