GSTV
Home » News » નીરવ મોદીની જમાનત અરજી બહિસ્કૃત થવાનો અર્થ શું છે ?

નીરવ મોદીની જમાનત અરજી બહિસ્કૃત થવાનો અર્થ શું છે ?

nirav modi

કરોડો રૂપિયાની લોન લઈ ભાગી જનારો ભાગેડુ નિરવ મોદી ભારત સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યો હતો. એ પછી ગઈ કાલે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચુનો લગાવી ભાગી જનારા નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે મોટું પગલું ભરે તે પહેલા જ 48 વર્ષીય ભારતના હિરાના કારોબારી નિરવ મોદીની લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટમાં જમાનતની અરજી પણ ખારિજ કરી દેવામાં આવી છે. નીરવ મોદીને લંડનની હોલ્બોર્ન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે પછી તેમને બુધવારે લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટમાં હાજરી આપવામાં આવી હતી.

કોર્ટે નીરવ મોદીની બેલ માટેની અરજીને નિલંબિત કરી 29 માર્ચ સુધી હિરાસતમાં મોકલવાનો નિર્ણય લીધો છે. નીરવ મોદીની જમાનત અરજી ખારીજ થતાની સાથે હવે પ્રશ્ન એ ઉદ્દભવી રહ્યો છે કે અરજીને શા માટે ખારીજ કરવામાં આવી અને અરજીને લઈ ભારત સાથે તેનો શું સંબંધ છે ?

Diamond Merchant Nirv Modi

જણાવી દઈએ કે, ભારત સાથે તેનો સીધો સંબંધ છે. જમાનત અરજી ખારીજ થવાનો સીધો અર્થ છે કે, ભારત સરકારે ક્રાઊન પ્રોસિક્યૂશન સર્વિસને મજબૂત કરી દીધી છે. જેથી કોર્ટમાં એ રજૂઆત કરવામાં આવી હશે કે નીરવ મોદી ક્રિમિનલ ફોર્ડમાં સામેલ છે.

નીરવ મોદીને 29 માર્ચ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જોકે તે પછી તેને જમાનત પણ મળી શકે છે. 29 માર્ચ બાદ નીરવ મોદી કસ્ટડીમાંથી છૂટી શકે છે. પણ જો ભારત સરકાર ક્રાઊન પ્રોસિક્યૂશન સર્વિસ પાસે આવેદન કરી દે તો તેની આગામી જમાનતને ખારીજ કરી જમાનતને ત્યાં જ રોકી દેવામાં આવશે. કારણ કે જો નીરવ મોદીને છોડી દેવામાં આવ્યો તો તે યુકે ભાગી શકે છે. અને પછી જો તે ભાગી કોઈ એવા દેશમાં ચાલ્યો ગયો જ્યાં ભારતના સારા સંબંધ નથી તો પછી તેને ફરી ભારતમાં લાવવો અને કેસ ચલાવવો મુશ્કેલ સાબિત થશે.

READ ALSO

Related posts

Video : એક ફિલ્મ ફ્લોપ શું થઇ આમિર ખાનના આવ્યાં આવા દિવસો, ઇકોનામી ક્લાસમાં કરી રહ્યો છે ટ્રાવેલ!

Bansari

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar