GSTV
Home » News » શું છે કર્ણાટક વિધાનસભાનું ગણિત? ભાજપ સરકાર બનાવવા તૈયાર?

શું છે કર્ણાટક વિધાનસભાનું ગણિત? ભાજપ સરકાર બનાવવા તૈયાર?

કર્ણાટક વિધાનસભાના ગણિતની જો વાત કરવામાં આવે તો, વિધાનસભામાં કુલ 225 બેઠક છે. જેમાથી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર પાસે 118 ધારાસભ્યો હતા. બહુમતી માટે 113 ધારાસભ્યોની જરૂર પડે. જેમાથી કોંગ્રેસ પાસે વિધાનસભા અધ્યક્ષ સહિત 80 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. જેડીએસના 37માંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે. જેથી જેડીએસ પાસે હવે 34 ધારાસભ્ય છે. કોંગ્રેસના 80માંથી 10 ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. જેથી કોંગ્રેસ પાસે હવે માત્ર 70 ધારાસભ્યો છે.

કર્ણાટક વિધાનસભાનું ગણિત

  • કુલ  બેઠક                   ૨૨૫
  • બહુમતીનો આંકડ           ૧૧૩
  • ગઠબંધનની બેઠક           ૧૧૮

કર્ણાટક વિધાનસભાનું ગણિત

  • જેડીએસ                  ૩૮
  • રાજીનામા               ૦૩
  • કુલ                         ૩૪

કર્ણાટક વિધાનસભાનું ગણિત

  • કાંગ્રેસ                       ૮૦
  • રાજીનામા                 ૧૦
  • કુલ બેઠક                  ૭૦

કર્ણાટક વિધાનસભાનું ગણિત

  • ભાજપ                      ૧૦૫
  • બહુમતીનો આંકડો         ૧૧૩

રાજીનામું આપનાર 10 ધારાસભ્યોએ મુંબઈની સોફીટેલ હોટલમાં નાખ્યા ઘામા

કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજીનામું આપનાર 10 ધારાસભ્યોએ મુંબઈની સોફીટેલ હોટલમાં ઘામા નાખ્યા છે. ધારાસભ્યોનો આરોપ છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન કુમારસ્વામી ગઠબંધનની સરકારનો ધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયા છે. રાજીનામું આપ્યા બાદ તમામ ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી હતી.

જે બાદ તમામ ૧૦ ધારાસભ્યો મુંબઈ આવી ગયા. રાજ્યપાલ સાથે કરેલી મુલાકાત બાદ જેડીએસના ધારાસભ્ય વિશ્વનાથે જણાવ્યુ હતુ કે, ધારાસભ્યોના બળવા પાછળ ભાજપનો હાથ નથી. સરકાર ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં નિષ્ફળ રહી છે. કુમારસ્વામી જનતાની આશા પર ખરા ઉતર્યા નથી.

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ

  • કાંગ્રેસ-જેડીએસના ૧૦ ધારાસભ્યોના મુંબઈની હોટલમાં ધામા
  • કર્ણાટકમાં બની શકે ભાજપની સરકાર
  • કુમારસ્વામી ગઠબંધન ધર્મનિભાવવામાં નિષ્ફળઃ રાજીનામું આપનાર ધારાસભ્ય

કુમારસ્વામી ન્યૂ યોર્કથી ભારત આવવા રવાના

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કુમારસ્વામી અમેરિકાના ન્યૂ યોર્કથી ભારત આવવા રવાના થયા. તેઓ વોક્કાલિગા સમુદાયના કાલભૈરવેશ્વર મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા ગયા હતા. તેઓ કર્ણાટકમાં રોકાણ અને ફંડ માટે પણ અમેરિકામાં અલગ-અલગ લોકો સાથે મુલાકાત કરી ચુક્યા છે.

કુમારસ્વામીના અમેરિકા પ્રવાસ પર વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ. જ્યારે કર્ણાટકની ગઠબંધન સરકાર પર સંકટ આવ્યુ છે ત્યારે જેડીએસ અને કોંગ્રેસ ભાજપ પર સરકાર તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ પહેલા કુમારસ્વામીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં ભાજપ  સાયલન્ટ ઓપરેશન લોટસ ચલાવી રહ્યુ છે. જે બાદ કર્ણાટકમાં ધારાસભ્યોના રાજીનામાનો વરસાદ થયો છે.

  • કુમારસ્વામી અમેરિકાથી ભારત આવવા રવાના
  • અમેરિકામાં કાલભૈરવેશ્વર મંદિરના શિલાન્યાસમાં ગયા હતા કુમારસ્વામી

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની ચોંકાવનારી માંગ

કર્ણાટકમાં રાજીકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ ચોકાવનારી માગ કરી. કોંગ્રેસના ધારાસભ્યોની માગ છે કે, સિદ્ધારમૈયાના રાજ્યા સીએમ બનાવવામાં આવે. જો તેઓ સીએમ બનશે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો રાજીનામાં પરત લઈ લેશે. આ પહેલા પણ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના સીએમ સિદ્ધારમૈયા હોવાનું નિવેદન આપ્યુ હતુ.

કોંગ્રેસના ધારાસભ્યના આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ઘમાસાણ સર્જાયુ હતુ. આ મામલે જેડીએસે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવા જોઈએ.

કોંગ્રેસના ધારાસભ્યોના આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ પણ સપાટી પર આવ્યો હતો. કર્ણાટકના રાજકીય ઘમાસાણમાં મલ્લિઅર્જુન ખડગે અને ડી.કે.શિવકુમાર કોંગ્રેસના સંકટમોચક બનીને કામ કરી રહ્યા છે.

  • કાંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની સિદ્ધારમૈયાને સીએમ બનાવવા માગ
  • આ પહેલા પણ સિદ્ધારમૈયાને સીએમ બનાવવા કરાઈ હતી માગ
  • સિદ્ધારમૈયા સીએમ બનશે તો રાજીનામું પરત લેવામાં આવશેઃ ધારાસભ્ય

Read Also

Related posts

નિર્ભયા કેસ: ચારેય દોષીતોને એક સાથે કે અલગ અલગ ફાંસી ! 5 માર્ચ સુધી સુનાવણી મોકૂફ

Pravin Makwana

જેમની સલાહ વિના સરકાર પાણી પણ પીતી નથી એ કદાવર નેતાની ચકચારી કેસમાં થશે પૂછપરછ

Mansi Patel

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!